________________ ઇર્શાના ફી 371 ફળ આપનાર કલ્પવૃક્ષ સમાન છે. દુર્જય કર્મરૂપ હાથીઓની ઘટાઓને (સમૂહને) વિનાશ કરવામાં જ્ઞાન સિંહસમાન છે અને જીવ અછવાદિ વસ્તુના વિસ્તારને દેખવા માટે જ્ઞાન અદ્વિતીય નેત્રસમાન છે. - પરોપકારબુદ્ધિથી દેવાવાળાને અને સ્વોપકારબુદ્ધિથી ગ્રહણ કરનારને જ્ઞાન મોક્ષનગરીના દ્વારલ્ય ફળ આપે છે. કેવળજ્ઞાનરૂપ લક્ષ્મી પિતાની મેળે જ તેઓને આવી મળે છે. કેટલાક મહાત્માઓ હાથમાં રહેલા મુક્તાફળ (મોતી)ની માફક આ પૃથ્વીતળને દેખે છે. ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્રાદિકના પરિમાણને ધાતુર્વાદ, રસાયણ શાસ્ત્રને, અંજનસિદ્ધિ આદિ સમગ્ર રિદ્ધિઓને, જોતિષ તથા નિમિત્તશાસ્ત્રને, ગારૂડી, પિશાચ, શાકિની પ્રમુખના મંત્રને, કર્મની પરિણતિઓને, જીવની ગતિ આગતિઓને, કાલની સંખ્યાને, પહાડ, પૃથ્વી, સમુદ્ર, દ્રહ, નદી, વિમાન, દેવ અને સિદ્ધિ વિગેરેના પરિણામને જાણે છે ત્યારે મનુષ્યપણું સાધારણ છતાં કેટલાક મનુષ્ય આ માંહીલું કાંઈ પણ જાણી શકતાં તેથી તેનું કારણ શું? આ જાણપણાનું અને નહિ જાણવાનું કારણ જ્ઞાન અભ્યાસ કરેલો અને નહિ કરેલો. જ્ઞાનનું દાન અન્યને કરેલું અને નહિ કરેલું, જ્ઞાનમાં અન્યને મદદ આપેલી અને નહિ આપેલી તે જ છે. અહીં કેઈ શંકા કરે કે, જ્ઞાન કેને કહેવું? જ્ઞાનને ખરા અર્થ શું ? શું પૃથ્વીનું જ્ઞાન થવું ? સૂર્ય-ચંદ્રની સંખ્યા કરવી ! ધાતુ, રસાયણ અને અંજનસિદ્ધિ આદિનું જાણુપણું II 371 || Ac. Gunratnasur MS Jun Gun Aaradhak Trus