________________ સુદર્શના 368 in મંડળ છે. લોકો પણ પોતાને ઘેર તે મહાપ્રભુના ચરણારવિંદના સ્થળે તેમજ કરી પૂજવા લાગ્યા. ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થવા પછી, તે પ્રભુની પાસે શ્રેયાંસકુમારે પ્રથમ દેશવિરતિ ધર્મ (ગૃહસ્થ ધર્મ) અંગીકાર કર્યો. ગૃહરણ્યધર્મ ઘણા વખત પાળી અવસરે ચારિત્ર લીધું. પાંચ પ્રમાદરહિત સંયમ પાળી, ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ, ઘનઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાન પામ્યા. છેવટે સર્વ કર્મ ખપાવી શ્રેયાંસકુમાર નિર્વાણપદ પામ્યા. મહાપુરુષે કહે છે કે--મતિ, શ્રુતજ્ઞાન જે કાયમ બન્યા રહે તે જીવ સાત, આઠ ભવમાં નિર્વાણપદ પામે છે. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના બળથી જાતિસ્મરણ પામી શ્રેયાંસકુમાર સ્વ–પરને બંધ કરવાવાળા થયા. સમગ્ર શ્રુતજ્ઞાનને સાર પ્રથમ સામાયિક છે અને સામાયિકનો સાર પાંચ નમસ્કાર છે. જ્ઞાન સાંભળવા પછી સમભાવ લાવો. અને સમભાવમાં આલંબન તરીકે આ નમસ્કાર મંત્ર ( અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ ) લેવા. એટલે આ પાંચ મહાપુરુષની સ્થિતિને પામવી, તેમના સરખા થવું તે સમભાવને સાર છે. આ પાંચ પદમાં ઉત્કૃષ્ટ પદે રહેલા સિદ્ધ ભગવાન છે તેથી વિશેષ ઉચ્ચપદ નથી કે પ્રાપ્તવ્ય નથી. આ ઉચ્ચપદ પ્રાપ્ત કરવામાં તે જ આલંબન છે, આત્માને વિશેષ સ્વભાવ સિદ્ધ I 368 Ac Gunratrasun M.S. Jun Gun Aaradnak