________________ સુદર્શન 5 36 તે દેવનો જીવ હમણાં ઋષભદેવજી તીર્થંકરપણે ઉત્પન્ન થયે છે. બીજા ચાર મિત્રો ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરીપણે જન્મ પામ્યા છે. તથા નિર્નામિકાને જીવ હું અહીં શ્રેયાંસકુમારપણે જમ્યો છું. આ પ્રભુનાં દર્શનથી મને આજે જાતિસ્મરણ જ્ઞાન થયું છે, પૂર્વભવના શ્રુતજ્ઞાનના બળથી આ સર્વ વિશેષ પ્રકારે મેં જાણ્યું છે. મહાનુભાવો ! તમે પણ તીર્થંકરાદિને-સાધુઓને આ પ્રમાણે દાન આપો. ઇત્યાદિ શ્રેયાંસકુમારને વૃત્તાંત જાણી લોકો કહેવા લાગ્યા. કુમાર ! ઘણું જ સારું થયું કે–અજ્ઞાનતાથી પશુની માફક પોતાની ઉદરપૂર્તિવાળી જિંદગી ગુજારતા અમોને તમે દાનને માર્ગ બતાવી જાગૃત કર્યા. રાજપુએ કહ્યું : આજનાં ત્રણે સ્વપ્નને અર્થ અત્યારે પ્રગટ થયો, તેના ફળ તરીકે શ્રેયાંસકુમારને જાતિસ્મરણ અને પ્રભુને દાન આપવારૂપ મહાન લાભ થયો. જે સ્થળે ઊભા રહી તે પ્રભુએ પારણું કર્યું હતું તે ચરણોનું કઈ આક્રમણ ન કરે (તેના ઉપર પગ પણ ન મૂકે) આ ઈરાદાથી તે ઠેકાણે શ્રેયાંસકુમારે રત્નમય પીઠ બનાવ્યું અને ભેજન વખતે તેનું નિત્ય પૂજન કરવા લાગ્યો. લોકોએ પૂછયું આ શું છે? તમે કોનું પૂજન કરે છે? - કુમારે કહ્યું–અવસર્પિણી કાળમાં ધર્મની આદિ કરવાવાળા મહાપ્રભુનું તે આદિકર II 867 | P.P Ac Gunratnasuni M.S. Jun Gun Aaradhak Trust