________________ સુદર્શાના | 366 નગરીમાં વજંધ રાજાપણે ઉત્પન્ન થયો. અને સ્વયંપ્રભા દેવીનો જીવ શ્રીમતી નામની તેમની રાણીપણે ઉત્પન્ન થયો. તે ભવ પછી ઉત્તરકુરુક્ષેત્રમાં બન્ને જણ યુગલીયાપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી સૌધર્મ દેવલોકે બન્ને દેવપણે ઉપજ્યાં, દેવલોકથી ચ્યવી પૂર્વવિદેહક્ષેત્રની પ્રભંકરા નગરીમાં બન્ને મિત્રપણે ઉત્પન્ન થયાં. ત્યાં બીજા ચાર મિત્રો તેમને થયા. ઔષધાદિકથી સાધુની સેવા કરી, વિશેષ ધર્મ ધ્યાનમાં મરણ પામી, બારમે દેવલોકે છએ, દેવ મિત્રપણે ઉત્પન્ન થયાં. દેવ આયુષ્ય પૂર્ણ કરી પુંડરીકગિરિ નગરીમાં શ્રી વાસેન તીર્થંકર થવાના હતા તેમના વજીનાભ પ્રમુખ પાંચ પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં વાનાભ ચક્રવતી થયા. છઠ્ઠી તેમના સારથી થયો. છએ જણાએ વાસેન તીર્થંકર પાસે ચારિત્ર લીધું તેમાં વાનાભ ચૌદપૂવી શ્રતકેવલી થયા. તેઓ આચાર્યપદે પ્રતિષ્ઠિત થયા બાકીના પાંચે એ અગિયાર અંગનું જ્ઞાન સંપાદન કર્યું. તેમાં છઠ્ઠો સારથી સાધુ હતા તે જ્ઞાનમાં વિશેષ પ્રયત્ન કરતો હતો. વારંવાર મનન કરતે હતા. જ્ઞાનનું પરાવર્તન કરવું, ગણવું, અને શંકા પડે ત્યાં આચાર્યશ્રીને પૂછીને નિર્ણય કરવો, તેમાં બિલકુલ પ્રમાદ કરતો ન હતો. એક દિવસે વજાસેન તીર્થકરના મુખથી તેણે સાંભળ્યું કે-આ વાનાભ આચાર્યને જીવ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર થશે તેમનું નામ ઋષભદેવજી થશે વિગેરે. તેઓ ચૌદ લાખ પૂર્વ પર્યત ચારિત્ર પાળી સર્વાર્થસિદ્ધ વિમાનમાં તે છએ છ દેવપણે ઉત્પન્ન થયા. તે લલિતાંગ Ac: Gunratnasuri M.S. Jun Gurriaradhak || 366 #l