________________ સુદર્શના id 365 | નિર્નામિકાએ કહ્યું : પૂજ્ય ગુરુશ્રી ! જે હું ધર્મને હોઉં તો મારાથી બની શકે તે ધર્મ કરવાનું આપ મને ફરમાવો. ગુરુરાજે પણ સમ્યક જ્ઞાનપૂર્વક, ગૃહસ્થોનાં પાંચ અણુવ્રતો (અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહનું પરિમાણ ) તેને બતાવ્યાં. નિર્નામિકાએ ઘણા હર્ષથી તે ગ્રહણ કર્યા. ગુરુશ્રીને વંદન કરી લોકોની સાથે તે પોતાના ઘર તરફ ગઈ. વિષયતૃષ્ણા ઓછી કરી. નિર્દોષપણે તે લીધેલ વ્રતનું પાલન કરવા લાગી સાથે છઠ્ઠ, અઠ્ઠમ, આદિ તપશ્ચરણ કરતી હતી, જ્ઞાનવૃદ્ધ પુરુષોની સેવા કરી શ્રુત અભ્યાસમાં તેણે વધારો કર્યો, ધાર્મિક આચરણથી તે સુખી થઈ, સંતેષપૂર્વક વ્રતનું પાલન કરી છેવટે અણુશણ ગ્રહણ કર્યું.. એ અવસરે ઋષભદેવજીને જીવ, ઈશાન દેવલોકમાં લલિતાંગ દેવપણે રહેલો હતો. તેની સ્વયંપ્રભાદેવી દેવ ભવમાંથી એવી ગયેલી હોવાથી તે શોક કરતો હતો. તે દેખી સ્વયંબુદ્ધ નામના તેના મિત્ર દેવે તેને કહ્યું. મિત્ર! શેક નહિ કર. આ નિર્નામિકા અણસણ અંગીકાર કરીને બેઠી છે. તેને તમારું રૂપ બતાવો. તે તમારું ધ્યાન મનમાં રાખીને, ધમપસાથે અહીં તમારી દેવીપણે ઉત્પન્ન થશે. તેણે તેમ કર્યું. તેના રૂપમાં મોહ પામેલી નિર્નામિકા ધર્મપ્રભાવથી આ માનવ દેહ મૂકી, તે લલીતાંગદેવની સ્વયંપ્રભા નામની દેવીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તેમની સાથે દિવ્ય ભેગને ઉપભોગ કરી, દેવભવમાંથી ઍવી લલીતાંગને જીવપૂર્વ વિદેહક્ષેત્રની પુંડરીગિણી ર / 365 P. Ac. Gunratnasuri M.S. un Gun Aaradhik