________________ પ્રદર્શન દશામાં છે. છેવટ આ દશા જ આલંબન કરવા યોગ્ય છે. આ પાંચે અવલંબનથી ધ્યાતા ધ્યેયરૂપે થાય છે. અને ક્રમે છેવટનું પ્રાસવ્ય કરે છે. આમ હોવાથી આ નમસ્કારમંત્ર દ્વાદશાંગીના સારભૂત છે. સર્વ કાળમાં તે શાશ્વતસ્વરૂપ ગણાય છે. જેઓ અતીત કાળમાં મેક્ષે ગયા છે, વર્તમાન કાળમાં (કોઈ પણ સ્થળેથી) મોક્ષે જાય છે. અને ભાવી કાળમાં મોક્ષે જશે, તે સર્વ આ મહામંત્રાધિરાજમાં રહેલા મહાપુરુષનું આલંબન લઈને જ. આ જ પરમ મંત્ર છે. પરમ તત્ત્વ છે. ત્રણ જગતને પવિત્ર કરનાર છે. શ્રત કેવળીઓ પણ પિતાની યોગ્યતાને લાયક આ પાંચ પદમાં રહેલા મહાપુરુષનું જ સ્મરણ કરે છે. આ ચૌદપૂર્વના સારભૂત નવકારમંત્ર જેમના મનમાં રહેલો છે, જેઓ તેમનું અવલંબન લે છે. તેમના જેવા થવાને પ્રયત્ન કરે છે તેમને સંસાર શું કરવાનું છે? સદશના ! આ પ્રભાવિક પંચમંગલ મહાગ્રુતસ્કંધનું ફળ તે પોતે પ્રત્યક્ષ અનુભવ્યું હવે જ્ઞાન તરફ વધારે લક્ષ આપવાની જરૂર છે. જ્ઞાનથી પુન્ય, પાપ અને તેનાં કારણ જાણવામાં આવે છે. મનુષ્ય પુન્યમાં પ્રવૃત્તિ અને પાપથી નિવૃત્તિ જ્ઞાનથી જ કરી શકે છે. પુન્યમાં પ્રવૃત્તિ કરવાથી સ્વર્ગનાં અને પરંપરાએ અપવર્ગનાં સુખ મળે છે. પાપથી નિવૃત્તિ પામતાં નારકી તિર્યંચાદિના દુઃખથી મૂકાવાનું થાય Rii છે. જ્ઞાન નિર્વાણનું કારણ છે. ચાર ગતિના ફેરાનું નિવારણ કરનાર જ્ઞાન છે. Jun Gun Aaradhak P.P.AC. Gunratnasuri M.S.