________________ સુના ? ( 361 | આજે સારું ખાવાને ઓચ્છવ છે. તમે આપણે ઘેર કરશે ! મા, ક્રોધ કરી બોલી ઊઠી અહા ! પાપણી, આજે હું તારો ઓચ્છવું કરું છું. ઘરમાં નથી એક દિવસનું ખાવાનું કે નથી પહેરવાનાં પૂરાં વસ્ત્ર અને તેને સારું સારું ખાવાનું જોવે છે, જા, આ અંબરતિલક પહાડ રહ્યો. ત્યાં જઈ સારાં ફળો ખાં. અગર ઉપરથી પડીને મરી જા.” પહાડ સામી નજર કરી ક્રોધમાં માતાએ જવાબ આપે. હાલી પણ દુઃખથી દાઝેલી માતાનાં કઠોર વચને સાંભળી મને ઘણું દુ:ખ લાગ્યું, હું ઘરથી બહાર નીકળી દીન વદનવાળી, નિરાશ થયેલી અને રૂદન કરતી, લોકોની સાથે અંબરતિલક પહાડ ઉપર ગઈ. ભૂખ ઘણી લાગી હતી. પહાડ પર ફળથી પાકેલું એક વૃક્ષ મારા દેખવામાં આવ્યું. નીચે પડેલાં પાકાં ફળો ખાઈ સુધા શાંત કરી. ત્યાંથી નજીકના ભાગમાં યુગધરાચાર્ય નામના જૈનાચાર્ય મનુષ્યની પર્ષદા આગળ ધમ કહેતા મારા દેખવામાં આવ્યા. તે આચાર્ય ચૌદ પૂર્વધર અને ચાર જ્ઞાની હતા. હું ત્યાં ગઈ. ગુરુને દેખી મને ઘણે આનંદ થયે. તેમને નમસ્કાર કરી, લોકોની પાછળ ધર્મ શ્રવણ કરવા માટે હું પણ બેઠી ધર્મ કહી રહ્યા બાદ અવસર દેખી મેં આચાર્યશ્રીને પૂછયું ભગવાન ! મારા જેવો કઈ જીવ આ દુનિયા ઉપર હશે ? તે કૃપાળુ ગુરુએ આદરપૂર્વક અને પ્રત્યુત્તર આપતાં કહ્યું-ભદ્રે ! નિર્નામિકા તને દુ:ખ કયાં છે? વિચાર કરતાં આ વાતની તને ખાત્રી થશે કે “મને P.R.Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak 36ti