________________ સુદના I 362 { પણ દુઃખ નથી” અર્થાત તારા કરતાં વિશેષ દુ:ખી જીવો દુનિયા ઉપર અનેક છે અને તેનાં દુ:ખ આગળ તારું દુ:ખ કાંઈ પણ ગણત્રીમાં નથી. બાઈ! શ્રોત્ર ઇંદ્રિયના વિષયમાં આવતા સંદર કે અસંદર શબદો તું સાંભળી શકે છે સારા કે નઠારો રૂ૫, તું જોઈ શકે છે, સુરભી કે દુગધી ગંધ તું જાણી શકે છે. ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શને અનુભવ તને થઈ શકે છે. સારા ખરાબ સ્વાદની તેને ખબર પડે છે. લોકમાં પ્રકાશ કરવાવાળા ચઢ, સૂર્ય, નક્ષત્રાદિકને અનુભવ તું લઈ શકે છે. સુધા, તૃષા, શીત, આતપાદિકને પ્રતીકાર તું જાણે છે અને પ્રયત્નથી તે આફતોને તું દૂર કરે છે. રહેવાને માટે તારે ઘર છે. અંધકાર દૂર કરવા અને જ્યોતિને પ્રકાશ સ્વાધીન છે. પીવાને માટે પાણી મળે છે, ઈચ્છાનુસાર ફળાનો આસ્વાદ તું લે છે. તડકાથી છાયામાં બેસે છે. સુખે નિદ્રા લે છે. આ સર્વ બાબતમાં તું પરવશ નથી, માટે તને દુઃખ કયાં છે! દુ:ખને અનુભવ કર્યા સિવાય જેને બીજો કોઈ ઉપાય જ નથી, એવા અસહ્ય દુ:ખને અનુભવ કરનાર જીવોનાં દુઃખાનું હું તારી પાસે વર્ણન કરું છું, જે સાંભળતાં કઠોર હૃદયવાળા માણસોના હૃદયમાં પણ કમકમાટી ઉત્પન્ન થાય છે. તે તું સાવધાન થઈને સાંભળ. સાતમી નરકમાં રહેલા નારકીઓ, ક્ષેત્રના ગુણથી રસ્થાનના કારણથી નાના પ્રકારના દુ:ખને અનુભવ કરે છે. અહીં વધારામાં વધારે સુધા, તૃષા, ટાઢ, તાપ આદિની વેદના જીવો AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu I 362 ! | HA હાવ છે /