________________ જીદના d 36o ઋષભદેવજી પારણું કરી ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. દુંદુભીનાદ સાંભળી ત્યાં અનેક મનુષ્ય એકઠાં મળ્યાં. સેમપ્રભ રાજા પણ ત્યાં આવ્યો. રાજા પ્રમુખ બહુમાનપૂર્વક શ્રેયાંસકુમારને પૂછવા લાગ્યા કે—કુમાર ! અમે પૂર્વે કોઈ વખત આ પ્રમાણે દાન આપવાનું, દેખ્યું કે સાંભળ્યું નથી, તો તે વાતની તમને કેમ ખબર પડી ? શ્રેયાંસે કહ્યું : હું આ પ્રભુની સાથે આઠ ભવ સુધી રહેલો છું. જાતિસ્મરણજ્ઞાનથી મેં તે સર્વ જાણ્યું છે. લોકોએ કહ્યું : કુમાર ! તમે આ મહાપ્રભુની સાથે આઠ ભવ કયાં કેવી રીતે રહ્યા હતા. તે અમને કહેશે? કુમારે કહ્યું કે હું તમને તે વાત જરા વિસ્તારથી સંભળાવું છું. ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં મંગલાવતી નામની વિજય (દેશ વિશેષ) છે. તેમાં નંદી નામનું સુંદર ગામ હતું. ત્યાં એક દરિદ્ર કુટુંબ રહેતું હતું. તે કુટુંબમાં છ પુત્રી ઉપર હું સાતમી પુત્રી ઉત્પન્ન થઈ હતી. નિર્ધન અને પુત્રી ઉપર અપ્રીતિવાળા કુટુંબમાં મારું નામ પણ કઈ એ સ્થાપન ન કર્યું. છતાં લેકે મને નિર્નામિકા (નામ વગરની) કહી બોલાવતા હતા. પરાધીન અને દુઃખી સ્થિતિમાં મારૂં ઉછરવું થયું કેઈ એક પર્વના દિવસે ધનાઢનાં બાળકને સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને સારું સારું ખાતાં દેખી હું ઉતાવળી ઉતાવળી મારી મા પાસે ગઈ. અને તેને મેં કહ્યું. મા ! Jun Gun Aaradhak // 360 || Ac. Gunratnasuri MS .