________________ EE સુદર્શન, { [ ૩પ | | 354 / જ્ઞાન જઘન્યથી અંતમુહૂર્ત (બે ઘડી) પર્યત રહે છે. વિશેષમાં (ઉત્કૃષ્ટ) પૂર્વ ક્રિોડ વર્ષ પર્યત બન્યું રહે છે. તીર્થકર સિવાયના બીજા જીને આ જ્ઞાન અવધિજ્ઞાન થયા વિના પણ ઉત્પન્ન થઈ શકે છે. કેવળજ્ઞાન કેવળજ્ઞાન એટલે પૂર્ણજ્ઞાન. તે જ્ઞાનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની સર્વ વસ્તુના સર્વ દ્રવ્ય, ગુણ અને પર્યાયને યથાવસ્થિત સ્વરૂપે જાણી શકાય છે. તે જ્ઞાન શાશ્વત છે અર્થાત આવ્યા પછી કાયમ બન્યું રહે છે. તેમાં ઇંદ્રિય કે મનની બીલકુલ અપેક્ષા નથી. અર્થાત ઇદ્રિય કે મનની મદદ સિવાય સર્વ વરતુ જાણી જોઈ શકાય છે. તે જ્ઞાનમાં ભેદ નથી. તથાપિ અપેક્ષાએ ભવસ્થ, અવસ્થ એવા ભેદ પાડવામાં આવ્યા છે, મનુષ્યના દેહમાં આત્મા રહે ત્યાં સુધીમાં ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનને ભવથ કેવળજ્ઞાન કહે છે. માનવ દેહથી સર્વથા મુક્ત થતા,-નિર્વાણ પ્રાપ્ત થતાં તે જ્ઞાનને અભાવસ્થ કેવળજ્ઞાન કહેવામાં આવે છે. પહેલાં ચાર જ્ઞાન, કર્મના ( જ્ઞાનાવરણીયના) પશમથી થાય છે અને કેવળજ્ઞાન તે કર્મના ક્ષયથી થાય છે. કમને ક્ષય કે ક્ષયોપશમ પરિણામની વિશુદ્ધતા કે શુભતા ઉપર આધાર રાખે છે. ક્ષયપશમ એટલે ઉદય આવેલું કર્મ ક્ષય કરવું અને ઉદય નહિં આવેલ કર્મને રાખથી P. AcGunratnasuri M.S Jun Gun Aaradhak