________________ શ્રદર્શન A ૩પ૩ કે સ્પષ્ટ રીતે જાણી કે જોઈ શકતા નથી. આ અવધિજ્ઞાન પાંચ ઇંદ્રિયવાળા સંશજોને થઈ શકે છે. મન-પર્યાવજ્ઞાન મન:પર્યવજ્ઞાન એટલે સંજ્ઞી પંચેંદ્રિય જીવોના મનના પુદ્ગલોને-મનપણે પરિણુમાવેલા પુદગલોને જાણવાનું સામર્થ્ય. અઢીદ્વિીપ, બે સમુદ્ર જેટલા વિશાળ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના મનમાં રહેલા યાને મનપણે પરિણાવેલા પુદ્ગલેને આ મન:પર્યવજ્ઞાની જોઈ શકે છે. મનના બારિક પુદગલોનું જ્ઞાન થવું તે પરિણામની વિશુદ્ધિને જ આભારી છે, અપ્રમત્ત (અપ્રમાદિ) દશાવાળા મુનિઓને આ જ્ઞાન થઈ શકે છે. | મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે. ઋજુમતિ અને વિપુલમતિ. પહેલા કરતાં બીજે વિશેષ વિશદ્ધ થઈ શકે છે. સામાન્યપણે મનના અધ્યવસાયને ગ્રહણ કરે તે ઋજુમતિ અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વિશેષ પરિણમન થયેલા તે-તે વસ્તુ સંબંધી ચિતવેલાં મનનાં પુદગલોને જાણવા તે વિપુલમતિ. જેમકે ઋજુમતિવાળો માણસ, આ મનુષ્ય અમુક વસ્તુ કે દ્રવ્ય ઘટ, પટાદિ ચિંતવ્યું છે. તેટલું સામાન્ય જાણી શકે છે. ત્યારે વિપુલમતિવાળો–આ વસ્તુ. આ ઠેકાણાની, આ કાળમાં પેદા થયેલી અને આવા રંગવાળી વિગેરે ચિંતવી છે તે સર્વે જાણી શકે છે. આ B II 353 : IPP. Ac Gunratnasuri M.S. GUNA