________________ સુદર્શાના | તે 355 ઢાંકેલા-ઉભા કરેલા અગ્નિની માફક ઉપશમાવવું. બે માણસે આપસમાં કલેશ-કછ કરતા હોય, તેઓ કેઈની શરમથી–દાબથી કે સમજાવવાથી અમુક વખત સુધી બોલ્યા વિના રહ્યા. તેઓ ઉપરથી શાંત જણાય છે, તથાપિ અંદર ક્રોધાગ્નિ બળતો હોવાથી અમુક વખત જવા બાદ પાછા અશાંત થશે, લડશે, બેલશે; પણ તેઓને વાંધે પતાવી દીધો હોય, આપસમાં ક્ષમા માંગી હોય અને જે વસ્તુ નિમિત્તે અશાંત થયા હતા તે વસ્તુના નિમિત્તથી બન્ને જણ નિરપેક્ષ બન્યા હોય તો તે નિમિત્તે ફરી કલેશ થતો નથી–કેમકે નિમિત્તને જ અભાવ કરી દીધો છે. તેવી જ રીતે ઉદય આવનાર કર્મને-ઉપલક વૈરાગ્યથી, લોકલાજથી, ઉત્તમ નિમિત્તથી, આલંબનથી કે ગુર્વાદિના ઉપદેશથી દબાવ્યાં હોય તે અમુક વખત માટે શાંતિ આપે છે. તે ઉત્તમ શાંતિમાંથી આત્મગુણ ઝળકે છે, પ્રગટ થાય છે અને તે અવધિજ્ઞાન કે મનઃ૫ર્યવજ્ઞાનરૂપે બહાર આવે છે, પણ સત્તામાં કર્મોને મેટો જથ્થો અગ્નિની માફક હોય–ક્રોધની માફક બળતો હોય તો તે કયાં સુધી દબાયેલો રહેશે? સહજ નિમિત્ત મળતાં બહાર આવશે. અને ઉપશમભાવથી કે ક્ષપશમ ભાવથી મેળવેલી શાંતિને દૂર કરી તે-તે કર્મ ફરી પાછો પિતાને પ્રભાવ દેખાડશે. પણ તે કર્મોને, વિવેકના વિચારોથી, સ્વ–પરની (જડ ચેતન્યની) વહેચણથી અથવા આમ ઉપગની જાગૃતિથી ક્ષય કરવામાં આવ્યાં હોય, જ્ઞાનાગ્નિથી બાળીને ભસ્મ કરવામાં આવ્યાં હોય, ફરી કર્મોને સજીવન થવાનું નિમિત્ત રહેવા ન દીધું હોય તે કર્મને ક્ષય થાય છે. આ ક્ષયથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે. P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak I ૩પપ | i