________________ સુદર્શના I 35o || મતિજ્ઞાન સ્વઉપકારી છે. ત્યારે શ્રુતજ્ઞાન સ્વ–પર બન્નેને ઉપકારી છે. મતિજ્ઞાન પ્રથમ અને શ્રુતજ્ઞાન પછી છે. જેથી યોગ્ય અર્થ જણાય તે મતિ. ત્યારે જેથી જે સંભળાય તે મૃત. અર્થાત સાંભળવાથી થતે બેધ તે શ્રતજ્ઞાન. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે ત્યારે શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. સાંભળવાથી શ્રતજ્ઞાન થાય છે ત્યારે બાકીની ઇંદ્રિય અને મનથી મતિજ્ઞાન થાય છે. શ્રુતજ્ઞાન અક્ષરની આકૃતિવાળું છે ત્યારે મતિજ્ઞાન આકૃતિ અને આકૃતિ વિનાનું પણ છે. આ પ્રમાણે મતિ, શ્રુતજ્ઞાન અને અન્ય જુદાં પડે છે. તેને નિકટને સંબંધ છે કે એકના અભાવે બીજાને અભાવ થાય છે. અને એકની હયાતીમાં બીજાની હયાતિ છે. આ શ્રુતજ્ઞાન સમ્મદષ્ટિ જીવોને સમ્યગૃજ્ઞાન તરીકે હોય છે અને બીજાઓને મિથ્યાજ્ઞાન તરીકે હોય છે, તળાવનું પાણી એક સરખું જ હોય છે તથાપિ પાત્ર. કે યોગ્ય. અગ્યના પ્રમાણમાં તે જુદા જુદા રૂપે પરિણમે છે. જેમ તે પાણી ગાયના પેટમાં જવાથી દૂધ આદિપણે પરિણમશે, ત્યારે તે જ પાણી સપના પેટમાં કે તેવા જ ઝેરી યા કૂર પ્રાણીના પેટમાં જવાથી ઝેર કે ક્રૂરતા૫ણે પરિણમશે, તેમજ શ્રોતા-સાંભળવાવાળાની યોગ્યતાના પ્રમાણમાં ગુર્વાદિ તરફથી કે સિદ્ધાંતાદિ તરફથી મળેલું જ્ઞાન, સમ્યકકૃતપણે કે મિથ્યાશ્રતપણે પરિણમે છે. આ શ્રતજ્ઞાનની સ્થિતિ છાસઠ સાગરેપમથી કાંઈક અધિક છે. ત્યાર પછી તેથી વિશેષ જ્ઞાન પામે, અથવા પરિણામની અશુદ્ધિ વડે તે દશામાંથી પતિત થઈ અજ્ઞાન દશા પામે છે. II 350 || Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus