________________ - સુદરના || ૩પ૧ અવધિજ્ઞાન ઇંદ્રિયજ્ઞાનથી નિરપેક્ષ થઈ, અર્થાત ઇંદ્રિયની અપેક્ષા રાખ્યા વિના અમુક મર્યાદામાં અથવા સર્વ રૂપી દ્રવ્યનું, પ્રત્યક્ષ જ્ઞાન જે વડે થાય છે તેને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક–એમ બે પ્રકાર અવધિજ્ઞાનના છે. પક્ષીઓમાં ઉડવાને સ્વભાવ જેમ પક્ષીનાં ભવ આશ્રીને સ્વાભાવિક છે. તેમ દેવ તથા નારકીઓને-દેવ તથા નારકીના ભવમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તે સ્વાભાવિક ભવનો ગુણ છે. જુઓ કે તેમને અવધિજ્ઞાન કર્મના ક્ષપશમથી જ થાય છે, તથાપિ ત્યાં ભવની મુખ્યતા છે. તે ભવના નિમિત્તે તેવો ક્ષપશમ તેમને થાય છે. મનુષ્યને અવધિજ્ઞાન, પરિણામની વિશુદ્ધિરૂપ ગુણથી થાય છે. એટલે તેમને ગુણુપ્રત્યય કહેવામાં આવે છે બીજી અપેક્ષાએ અવધિજ્ઞાનના છ ભેદ છે. અનુગામી. 1 અનનુગામી 2, વર્ધમાન 3, હીયમાન, 4, પ્રતિપાતિ. 5 અપ્રતિપાતિ. 6 નેત્રની માફક સ્થળાંતર કે પ્રદેશાંતર જતાં જે જ્ઞાન સાથે આવે અર્થાત્ સર્વ સ્થળે તેની સ્થિતિના પ્રમાણમાં કાયમ ટકી રહે તે અનુગામિક અવધિજ્ઞાન. 1 ક્ષેત્રપ્રત્યયી ક્ષપશમને લીધે અન્ય સ્થળે સાથે ન આવે પણ તે જ સ્થળે મર્યાદાપર્યત ટકી રહે તે અનનુગામિક અવધિજ્ઞાન. 2 351 + P.P.Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust