________________ સુદના છે! થયા વિના દૂરથી તે તે વસ્તુને બોધ યાને જ્ઞાન થઈ શકે છે, માટે તેને વ્યંજન-અવગ્રહ નથી તેથી અઠાવીસ ભેદ થાય છે. પાંચ ઇંદ્રિય અને છઠા મનથી થતા વસ્તુના જ્ઞાન-બોધને મતિજ્ઞાન કહેવામાં આવે છે. 1 વ્યંજનાવગ્રહ-ઇંદ્રિ સાથે તે તે ઇંદ્રિય વિષયના પુદ્ગલોને સ્પર્શ કે તે વ્યંજનાવગ્રહ-પશ ઈદ્રિય, રસના ઇંદ્રિય, પ્રાણ ઇદ્રિય અને શ્રોત ઇંદ્રિય સાથે પશવાળાં, રસવાળાં, ગંધવાળાં અને શબ્દનાં પુગલોને અનુક્રમે સંબંધ થાય છે તે વ્યંજનાવગ્રહ. ઇંદ્રિયના ભેદથી ચાર પ્રકારે છે. ચક્ષુ અને મન દૂર રહેલા પોતાના વિષયોને અનુભવ, દૂર રહીને અર્થાત તેને સંબંધ કર્યા સિવાય કરે છે માટે તેને વ્યંજનાવગ્રહ થતો નથી. 2 અર્થાવગ્રહ-સ્પર્શાદિ થવા પછી ચક્ષથી દેખવા પછી અને સ્વપ્નમાં એકલા મનથી જે અવ્યક્ત બંધ થાય છે, જેમ " આ કાંઈક? તે અર્થાવગ્રહ કહેવાય છે. જેમ કાંઈક સ્પર્શ થયો, કાંઈક સ્વાદ આવ્યું, કાંઈક ગંધ આવ્યો, કાંઈક દેખાય છે, કાંઈક શબ્દ આવ્યો અને કાંઈક વિચાર આવ્યો. ઇત્યાદિ અવ્યક્ત અપ્રગટ બેધને અર્થાવગ્રહ કહેવામાં આવે છે. : 3 ઈહા-વિચારણા. આ શું છે? તે માટે વિતર્ક કરવા તે ઈહા કહેવાય છે. જેમ આ શાનો સ્પર્શ થયે, સ્વાદ આવ્ય,ગંધ આવ્ય, દેખાયું કે સંભળાયું તેના સંબંધમાં જે વિચાર વિતર્ક કરવા તે ઈહા. | 346 . Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True