________________ સુદર્શના 1 347 - 4 અપાય–તે તે વિષયોને નિશ્ચય કરે તે અપાય. જેમકે આ તો પુરુષને જ સ્પર્શ છે, બીજાનો નથી. લીંબુને જ રસ છે, કેરીને નહિ, ગુલાબને જ ગંધ છે, માલતીને નહિ. આ તે મનુષ્ય , ઝાડ કે લાકડું નથી. ગાયનો જ શબ્દ છે, બળદનો નથી, આ વિચાર હતો, બીજે નહિ તે અપાય. 5 ધારણુ–દેખેલા સાંભળેલા, સ્પશેલા. ખાધેલા. સુંઘેલા અને વિચારેલા પદાર્થોને ધારી રાખવા તે ધારણ કહેવાય છે. જરૂર પડયે કે તેવી વસ્તુની સાદશ્યતા દેખે અનુભવ્યું, તે તે ધારી રાખેલી વાત યાદ આવવી તે ધારણાથી થાય છે. આ ધારણ સંખ્યાતા કે અસંખ્યાતા કાળ પર્યત રહી શકે છે. જાતિરસ્મરણજ્ઞાન તે ધારણાનો જ ભેદ છે. અર્થાવગ્રહ એક સમયનો (બહુ બારીક વખત) છે. બાકીના ભેદ અંતમુહર્ત પ્રમાણુના છે તેટલા વખતમાં તે પોતાનું કાર્ય બજાવી કૃતાર્થ થાય છે. ધારણુ લાંબા વખત સુધી પણ ટકી રહે છે. મતિજ્ઞાન એક જીવને કાયમ બન્યું રહે તો છાસઠ સાગરેપમ (એક સંજ્ઞા વિશેષ)થી કાંઈક વિશેષ વખત સુધી બન્યું રહે છે. મતિજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય ઘણાં આગળ વધેલાં છે. પાંચ ઇંદ્રિય અને મનથી થતા જ્ઞાનને, ક્ષપશમ કેઈ ઇંદ્રિયના ઉપઘાતવાળા મનુષ્યને તથા પશુને બાદ કરતાં પ્રાયઃ સર્વ પંચેન્દ્રિયોને હોય છે. આ મતિજ્ઞાનવડે પાંચ ઇંદ્રિયના વિષનો બાધ અને નિશ્ચય કરવાથી જ 347 | P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tul