________________ સુદના ૩૩ર પ્રકરણ 30 મું ભરૂયચ્ચ અને ગુરુદર્શન છઠ્ઠા પ્રકરણમાં ચંપકલતાએ, ચંડવેગ મુનિને જે પ્રશ્ન કર્યો હતો “આ વિમળાપર્વત પર જિનમંદિર કોણે બંધાવ્યું? બંધાવવાનું કારણ શું? અને કેવા સંયોગોમાં બંધાવ્યું હતું ? તે પ્રશ્નનું નિરાકરણ અહીં થઈ જાય છે. હવે બાકી રહેલું સુદર્શનાનું ચરિત્ર-ગિરનારના પહાડ પર રહેલ અપ્સરા ધનપાળ આગળ કહે છે. અને ધનપાળ પિતાની પત્ની આગળ ) કહે છે. સુદર્શનાનાં વહાણે સમુદ્રમાં આગળ વધ્યા અને જેમ ગીતાર્થ મુનિઓ સંસાર સમુદ્રને પાર ઘણી ઝડપથી પામે છે, તેમ વહાણ ઝડપથી સમુદ્રનો પાર પામી નર્મદા નદીના બારામાં પેઠાં. - છત્ર અને ધ્વજાઓના ફડફડાટ ચામરો અને કિંકણીઓના ઝણઝણાટ અને વાજીંત્રના રણુણાટ કરતાં વહાણો કિનારાની નજીક આવવા લાગ્યાં. વાત્રોના શબ્દો સાંભળતાં જ નગરના લોકે ભય પામ્યા. તેઓના મનમાં એમ બ્રાંતિ થઈ કે સિંહલદ્વીપનો રાજા આપણા પર ચડી આવ્યું છે. જિતશત્રુ રાજાને પણ આ જ વિચાર થયો. રાજાએ તરત જ સેનાપતિને હકમ આપ્યો સેનાપતિ ! ઘોડાઓ પાખ, ગજેદ્રો તૈયાર કરો, સુભટોને સનદ્રબદ્ધ કરો. રણનાં વાજીંત્ર વગાડે. શસ્ત્રો સજજ કરે. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak