________________ સુદર્શના છે 331 { { આવી ઘણી ભક્તિથી સ્નાત્રાદિ ઓચ્છવ કરી, સુદર્શનાએ સપરિવાર મુનિસુવ્રત તીર્થકરની પૂજા કરી. મંદિર તૈયાર થતાં લાગેલા દિવસોમાં સુદર્શના, શીળતી વિગેરે યોગ્ય જીવોએ મહાત્માશ્રી વિજયકુમાર મુનિ પાસેથી જૈનધર્મ સંબંધી ઘણું સૂક્ષ્મજ્ઞાન સંપાદન કર્યું તેમ જ વ્રત, નિયમાદિ યોગ્ય અભિગ્રહ ગ્રહણ કર્યા. મુનિશ્રી વિજયકુમાર પણ આ પ્રમાણે અનેક જીવોને યોગ્ય ઉપકાર કરી અર્થાત્ ધર્મમાં જોડી આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. આ બાજુ શીળવતી, સુદર્શના, ઋષભદત્ત વિગેરે વિજયકુમાર મુનિને વંદન કરી વિમળ પર્વતથી નીચે ઉતર્યા અને પરિવાર સહિત વહાણુમાં બેસી ભયચ્ચ તરફ પ્રયાણ કર્યું. વિજ્યકુમાર મુનિ કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી, નિર્વાણપદ પામ્યાં. I 331 | Ac: Gunratnasuri MS Jun Gun Aaradhak TAD