________________ સુદર્શના I 3333 - રાજાને હકમ થતાં જ સૈન્ય તૈયાર થયું. સન્યની સાથે રાજ લશ્કરી પોશાકમાં બંદર ઉપર આવી પહોંચ્યું. રણસિક યોદ્ધાઓને બંદર ઉપર મહાન કલાહલ મચી રહ્યો. કિનારા પર સર્વ સિન્ય તૈયાર થઈ ઊભેલું દેખી, રાજકુમારી સુદર્શનાએ ઋષભદત્તને પૂછ્યું: ભાઈ! આ કિનારા પર યુદ્ધના જેવો દેખાવ આપતું સૈન્ય કેમ ઊભું છે? શ્રેષ્ઠીએ કહ્યું : રાજકુમારી ! આ સામે લશ્કરી પિશાકમાં સજજ થઈ ઉભેલો લાટ દેશને રાજા જિતશત્રુ છે. તે ઘણે ઘણે ધર્મિષ્ઠ પુરુષ છે. ટૂંકમાં જ તેના ગુણનું વર્ણન કરતાં આપને કહું છું કે એક મહાપુરુષની ગણત્રીમાં ગણાય છે. તમારા પિતા ચંદ્રોત્તર રાજાથી તે નિરંતર ભય પામતો રહે છે. તમારા વાજીંત્રના નાદથી તેણે એમ જાણેલું હોવું જોઈએ કે સિંહલદ્વીપને રાજા આપણા પર ચડી આવ્યું છે અને તેથી સૈન્ય સાથે સંગ્રામ માટેની તૈયાર કરતા જણાય છે. સુદર્શનાએ જરા વિચાર કરી કહ્યું–ભાઈ! તમે જલદી કિનારે જાઓ અને મારી આગમન જે નિમિત્ત થયું છે તે રાજાને નિવેદિત કરો, નહિતર થોડી વારમાં અનર્થ થશે. રાજકુમારીની આજ્ઞા માન્ય કરી. તરત જ એક નાની હોડીમાં બેસી તેના ઉપર વહાણવટી વ્યાપારીને વાવટો ચઢાવી ઋષભદત્ત જિતશત્રુ રાજા પાસે આવી પહોંચ્યો. દૂરથી રાજાને નમસ્કાર કરી ઋષભદત્ત રાજકુમારીના આવવાનું કારણ રાજાને જણાવે છે I 333 Jun Gun radhak P.P.AC. Gunratnasuri M.S.