________________ છે સુદશના ભક્તિભાવથી મધુર સ્વરે વાજિંત્ર સહિત પ્રભુની સ્તુતિ કરી. ધનપાળ પણ તે સાંભળવા માટે ત્યાં રોકાય અને જ્યારે તે સ્તુતિ પૂર્ણ થઈ ત્યારે ધનપાળ મંદિરમાંથી બહાર આવ્યો. તે દેવાંગના પણ બહાર આવી. અને એક શાંત સ્થળે ઘણાં લાંબા વખત સુધી ધનપાળની સાથે વાતચીત કરવામાં તે રોકાણી. પિતાને લાંબો ઈતિહાસ ધનપાળને જણાવી છેવટે ઘણી ખુશી થતી તે અપ્સરા આનંદથી તેનાથી જુદી પડી. દેવાંગનાના જવા પછી પણ ધનપાળ કેટલાક વખત સુધી તે પહાડ પર રોકા. શાંતિવાળા સ્થળામાં બેસી મિત્ર સહિત મહાત્મા પુરુષોના ગુણગ્રામ કરવા લાગ્યા. તેમના ઉત્તમ જીવનચરિત્ર સ્મૃતિમાં લાવતાં, તે મહાપુરુષોના અદૂભુત પુરુષાર્થ માટે તેને મહાન આશ્ચર્ય થયું. આનંદથી તેના અવયવો પ્રફુલ્લિત થયાં. ગુણાનુમોદનના આવેશમાં તેના નેત્રપુટમાંથી હર્ષાશ્રુને (હર્ષના આંસુને) પ્રવાહ વહેવા લાગ્યા. આત્મવીય સ્કુરાયમાન થયું, આત્માનંદ અનુભવાય. અનિત્યાદિ ભાવનાઓને વિચાર કરતાં કેવળ આત્મા એ જ સુખમય જણાયે, સંસાર કેવળ દુઃખમય અનુભવાય, કેમકે ઘણા જ આધિ, વ્યાધિ, ઉપાધિથી રીબાતા હોય તેમ દેખાયું. શાંતિને માટે આત્મજ્ઞાન અને સદ્વર્તન એ જ યોગ્ય જણાયાં. સંસારવાસથી વિરક્ત થઈ આવા શાંત અને નિર્જન પ્રદેશમાં જીવન ગાળવા તેનું મન લલચાયું. પણ પૂર્વ કર્મના ઉદય આગળ તેને આ અવસરે નમવું પડયું એટલે અમુક વખત સુધી પોતાના આ વિચારને મુલતવી રાખવો પડયો, છતાં તેનો ઉત્સાહ પ્રબળ હતો. થોડા HિEEBફિઝિશિશશશaaaaaaહાકાલાકાકા! Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.