________________ સુદર્શના aaaaaaaaaaaaEE|FE ઉપર દીક્ષા (ચારિત્ર) અંગીકાર કરી હતી. કેવલજ્ઞાન પણ આ પહાડ ઉપર જ પામ્યા હતા. અને નિર્વાણ (મક્ષ) પણ અહીં જ પામ્યા છે. ( હાલ પણ એ રસ્થળોની એવી માહિતગારી અપાય છે કે જેને લોક સહસાવન કહે છે ત્યાં તે પ્રભુએ દીક્ષા લીધી હતી. પહેલા શિખર પર કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને પાંચમા શિખર પર નિર્વાણ પામ્યા છે.) ધનપાળ મિત્ર સહિત નેમનાથ પ્રભુના દર્શનાર્થે મુખ્ય મંદિર તરફ આવ્યો. મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં જ નિસિહી-નિસિહી-નિસિહી એમ ત્રણ વાર શબ્દો ઉચ્ચાર કરતાં મન, વચન, શરીરથી સંસારના કઈ પણ કાર્યને ભગવાનના મંદિરમાં યાદ નહિ કરું, આ પ્રમાણે દઢ સંકલ્પ કરી મુખ્ય દ્વારમાં પ્રવેશ કર્યો. દૂરથી નેમનાથ પ્રભુની મૂર્તિને જોતાં જ મસ્તક નમાવી હાથ જોડી નમસ્કાર કર્યો. ઘણા નજીક નહિ તેવા ઘણા દૂર નહિ તેવા મધ્યમ અવગ્રહવાળા સ્થાને ભગવાનની જમણી બાજુ ઊભા રહી ગંભીર સ્વરે પ્રભુ ગુણ સંસૂચક અનેક સુંદર કાવ્યોથી સ્તુતિ કરી. ત્યારબાદ ત્રણ પ્રદક્ષિણા કરી, શક્રરક્તવાદિકે ચૈત્યવંદના કરી, દ્રવ્યસ્તવમાં શાંત ચિત્ત ભગવાનની અષ્ટ પ્રકારી પૂજા કરી, પ્રભુ દર્શન, વંદન, સ્તવન, પૂજનથી પિતાના આત્માને કૃતાર્થ માનતા ધનપાળ મિત્ર સહિત મંદિરમાંથી “આવસહી” કહી બહાર આવ્યો. ધનપાળ જ્યારે મંદિરમાંથી પ્રભુની છેવટની સ્તુતિ કરી બહાર નીકળતો હતો, તે અવસરે એક સુંદર અપ્સરા (દેવાંગના કિન્નરી) તે મંદિરમાં દાખલ થઈ. તેણે પણ ઘણુ Ac. Gunratnasuri M.S. . 14 Jun Gun Aaradhak Trust