________________ સુદર્શન | 13 [1][iiaaaaaaaaaaaaaaaaaaaaaaaaa ફેવતાચળનો પહાડ સૌરાષ્ટ્ર (સોરઠ) દેશના પરમભૂષણરૂપે છે. તેને લઈને જ સોરઠ દેશ વિશેષ પ્રખ્યાતિ પામેલ છે. પહાડની શોભા અલૌકિક છે. તેનાં ઊંચાં શિખરો, ઊંચાઈમાં જાણે આકાશ સાથે સ્પર્ધા કરતાં હોય તેમ દેખાય છે. નાના પ્રકારની વનસ્પતિના સમુદાયથી પહાડ છતાં તે દેવિક બગીચાની શોભા આપે છે. વૃક્ષોની ઘાટી, નિકુંજે અને સુંદર હરિયાળે પ્રદેશ દેખનારના નેત્રોને ઠંડક આપે છે. સરિતાના ધોધની માફક ઉચ્ચ પ્રદેશથી પડતા ઝરણાના પ્રવાહે નિર્જન પ્રદેશમાં પણ ખળખળાટ શબ્દો કરી રહ્યાં છે. ગિરનારની ચારે બાજુ નાની નાની પણ સુંદર પહાડની હાર આવી રહી છે. તેના મધ્યમાં થઈ ગિરનાર પર જવાનો રસ્તો હોવાથી તે પહાડ એક સુંદર પહાડી કિલ્લાથી ઘેરાયેલો હોય તેમ રોભા આપે છે. પહાડ ઉપર ચડતાં ઠેકાણે ઠેકાણે કાળા પથ્થરની સુંદર શિયાઓનાં આસને આજુબાજુ જોવામાં આવે છે. હંસ. સારસ, મયૂર, કેયલ વિગેરે નિર્દોષ આકાશચારી પક્ષીઓનાં મધુર સ્વરે પહાડની રમણીકતામાં વિશેષ વધારો કરી રહ્યાં છે. સાંસારિક તેમજ પારમાર્થિક સુખના ઈચ્છક એમ બન્ને સ્વભાવના મનુષ્યોને આ પહાડ પરથી આનંદ મળે છે. ધનપાળ પિતાના મિત્ર સાથે આ પહાડની સૌદર્યતાને નિહાળતા નિહાળતો તેના પહેલા શિખર પર આવ્યો. આ શિખર ઉપર બાળબ્રહ્મચારી, પવિત્ર ચારિત્રવાળા નેમનાથ પ્રભુનું મુખ્ય મંદિર છે. નેમનાથ પ્રભુ યાદવ વંશમાં ઉત્પન્ન થયેલ બાવીશમાં તીર્થકર છે. તે પ્રભુએ આ પહાડ Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Hi|Baaaaaaaaaaaaaaaaaaaa E. 13 2