________________ સુદર્શના + 16 aa Eલાલાશશાણaaaaaaaaaaaaaaaa || વખતની પણ નિઃસંગ અવસ્થામાં તેણે આત્માને વિશેષ ઉજજવળ કર્યો. ઉત્તમ આચાર, વિચારમાં કેટલોક વખત પસાર કરી, માતા, પિતા તથા કુટુંબની ચિંતા કરવાને માટે ચાલતા આનંદને ભવિષ્ય ઉપર અનુભવવાનો નિશ્ચય કરી મિત્ર સહિત ગિરનાર પરથી તે નીચે ઊતર્યો | અને અનુક્રમે થોડા દિવસમાં પાછો પોતાની જન્મભૂમિમાં આવી, માતા-પિતાદિ કુટુંબને જઈ મળ્યો. ગિરનાર પર જવા પહેલાંની અને ત્યાંથી આવ્યા પછીની ઘનપાળની સ્થિતિની તપાસ કરી કરતાં તેમને મહાન તફાવત જણાવા લાગ્યા. હાલી બહેનના વિયેગથી વિહવળ થયેલું મન મોટે ભાગે શાંત જણાતું હતું. વેરાગ્યભાવના કે વિરત દશા છે કે અધિક જણાતી હતી તથાપિ પહેલાં કરતાં અત્યારે તે જુદા જ પ્રકારની હતી છતાં વ્યવહારના પ્રસંગમાં આવી પડેલ કાર્ય શાંતતાથી કે સમભાવથી તે બજાબે જતો હતો. પોતાના પતિની શાંત સ્થિતિ દેખી ગિરનાર સંબંધી હકીકત જે પોતે લાકેની મુખથી સાંભળી હતી તે કેટલે દરજજે સત્ય છે, તે જાણવા માટે ધનશ્રીએ એકાંતમાં પોતાના પતિ ધનપાળને પ્રશ્ન કર્યો. સ્વામિનાથ ! પહેલાં પણ આપ અનેકવાર રેવતાચળ પર ગયા હતા, અને હમણાં પણ નેમનાથ પ્રભુના દર્શનાર્થે મિત્ર સહિત આપ ગયા હતા. મેં જે કાંઈ લોકોના મુખથી 16 Jun Gun Aaradhak Trus