________________ સુદર્શના છે ૩ર૮ II માણસો દોડતા રાજા પાસે ગયાં, અને રાણી વહાણમાં હોવાની વધામણી આપી. રાજા તત્કાળ ત્યાં આવ્યો. રાજાના આનંદનો પાર ન રહ્યો. હર્ષથી તેના રોમ વિકસિત થઈ. આનંદ બહાર નીકળવા લાગ્યો. રાજા-રાણીને ભેટી પડ્યો અને હૃદયમાં ભરેલા દુ:ખ તથા વિયોગને, હર્ષના આંસુદ્વારા બહાર કાઢયાં. રાજાએ શહેર શણગાયું. મોટા મહોછવપૂર્વક રાણીને શહેરમાં પ્રવેશ થયે રાણી એક હાથણી ઉપર બેઠી હતી તેના શરીરને ગૌર વર્ણ કાળા મેઘ ઉપર રહેલી (સાથે રહેલી) વીજળીની માફક શોભતું હતું. બન્ને કુમારો પાસે બેસી રાણીને ચામર વિઝતા હતા. લોકો દેવીની માફક રાણીને આશ્ચર્ય દષ્ટિથી નીહાળતા હતા. અહા ! કર્મની કેવી વિચિત્ર રચના! દુનિયામાં કેવી અનિશ્ચિત સ્થિતિ! ક્ષણમાં શોક અને ક્ષણમાં આનંદ! આ જ શુભાશુભ કર્મોને વિપાક આ જ પુણ્ય પાપનાં ફળ. ખરેખર વિચારવાનોએ જાગૃત થવું જોઈએ, અને જીવન સુખમય બનાવવું જોઈએ. રાજકુટુંબમાં આનંદ છવાઈ રહ્યો. રાજાને જે આનંદ થયે હતું તે તે તે જ જાણતો હતો. રાજાએ સર્વ વૃત્તાંત જણાવવા રાણીને કહ્યું કે રાણીએ ઉત્તરમાં જણાવ્યું પ્રથમ આ દેહલ વણિકને અભયદાન આપવાનું આપ વચન આપે એટલે હું બધું વૃત્તાંત જણાવું. રાજાએ તેમ કરવા હા કહી એટલે રાણીએ પિતાનું હરણ કરવું, દેવીનું આગમન, બહેનની માફક વર્તન કરવાનું કરવું અને તે પ્રમાણે દેહલનું આજ પર્યત પાળવાનું સર્વ વૃત્તાંત જણાવ્યું. Ac Gunratnasuri M.S. 328 il Jun Gun Aaradnak Tછે .