________________ દર્શના | 37 કિનારે રહ્યા. આપણા પર દયા લાવી ગોવાળીઆએ ઊછેરીને મોટા કર્યા. આપણા પિતાશ્રીને રાજ્ય મળ્યું અને આપણે પણ પુન્ય સંયોગે તેઓને જઈ મળ્યા. પણ હજી આપણાં માતાજી શીળવતીને કયાંય પત્તો લાગતો નથી તે જે આવે વખતે આવી મળે તે આપણને કેટલો આનંદ થાય? દુઃખી કે વિયેગી મનુષ્યોને પૂર્ણ ઊંધ કયાંથી હોય? પાછલી રાત્રિથી જાગૃત થયેલી શીળવતીએ, આપસમાં વાર્તાલાપ કરતા બન્ને કમારોનું વૃત્તાંત સાંભળ્યું–કેમકે નજીકના વહાણુમ જ તે હતી. તેણીના હર્ષને પાર ન રહ્યો. ગાય જેમ વિયોગી વાછડાને ભેટવા માટે દેડે છે તેમ, હર્ષઘેલી રાણી પોતાના વિયોગી પુત્રોને જાણીને મળવા માટે ઊઠી. વહાણથી બહાર નીચે આવી. પુત્રને દેખી રાણી બોલી ઊઠી : મારા વ્હાલા પુત્રો ! તમને દુ:ખમાં મૂકી ગુમ થયેલી તમારી નિભંગી માતા આ રહી અને તે હું પોતે જ છું, હર્ષથી તમે તેના ખોળામાં આવી બેસે. પોતાની માતાના શબ્દો સાંભળતાં અને નજરે જોતાં, બન્ને કુમારે દેડીને માતાને ભેટીવળગી પડયા. રાણીએ તેઓને ખોળામાં બેસારી હર્ષ અને ખેદના આવેશથી ગળું મોકળું મૂકી એટલું બધું રૂદન કર્યું કે કુમાર સહિત વહાણુનાં લોકે રડવા લાગ્યાં. રાજાનાં માણસો ત્યાં જ હતાં તેમણે રાણીને ઘણું સમજાવી. બાઈસાહેબ! આ અવસર આપને માટે પૂર્ણ હર્ષને છે તે તે ઠેકાણે આપ ખેદ નહિ કરો-વિગેરે. એ અવસરે કેટલાંક Jun Gun Faradhak || 327 DP. Ac Gunratnasur M.S.