________________ સુદર્શના | 326 / બન્ને કુમારો સમુદ્ર કિનારે આવ્યા. આજુબાજુનાં વહાણો દેખ્યાં. અને સામાન્ય રીતે તપાસ્યાં. વખત ઘણો થઈ જવાથી રાત્રિએ ત્યાં જ સૂઈ રહેવાનો નિશ્ચય કરી, બન્ને કુમાર તે શ્રેષ્ઠીના મુખ્ય વહાણની પાસે નજીકમાં સુતા. રાત્રિના ચેથા પહેરે નાનો ભાઈ જાગૃત થઈ, મોટા ભાઈને કહેવા લાગ્યો. ભાઈ! ઠંડી વિશેષ લાગે છે–હજી રાત્રી બાકી છે. તે એક આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવી સુંદર કથા કહે. જેથી પાછલી રાત્રિ સુખે પસાર થાય. મોટાભાઈએ કહ્યું –બંધુ! આશ્ચર્ય કરવાવાળું તે આપણું જ ચરિત્ર છે. તે જ તને સંભળાવું. બીજાનાં ચારિત્રો સાંભળવાથી શું ફાયદો છે? નાનાભાઈએ તેમ કરવા હા કહી એટલે મોટા કુમારે પોતાની બનેલી હકીકત સર્વ જણાવી-જેમાં વડીલ પિતા તરફના અપમાનથી રાજ્ય મૂકી દેશપાર થવું પોતાની માતાનું ગુમ થવું ત્યાંસુધી સર્વ હકીક્ત કહી સંભળાવી. - દેશપાર થવાના વખતમાં નાનો કુમાર બાળક હતો તેથી માતાની પૂર્વની સ્થિતિનું ભાન ન હતું. ત્યાર પછીની હકીકતથી તે માહિતગાર હતો. પોતાની પાછળનું વૃત્તાંત સાંભળી નાના કુમારને ઘણું આશ્ચર્ય અને ખેદ થયે. * મોટા કુમારે કહ્યું : બંધુ! આપણી માતાની શોધ કરવામાં પિતાશ્રીએ કાંઈ કચાશ રાખી નથી. તેની શોધ કરતાં તેઓ નદીમાં તણાઈ ગયા. આપણે બન્ને જુદે જુદે નદીના Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak