________________ સુદર્શના ૩ર૯ કરે રાજાને દેહલ પર ગુસ્સે તે ઘણો આવ્યો, પણ વચનથી બંધાયેલ હોવાથી, તેના સર્વસ્વ સાથે દેહલને દેશપાર કરી જીવતો મૂકી દીધો. તે દિવસથી રાજા, રાજ્ય સુખને સુખ તરીકે માનવા લાગે. કેમકે હૃદયને નિવૃત્તિ તે જ પરમ સુખ છે. તે સિવાયનું સુખ પણ દુ:ખરૂપ છે. કષ્ટ આબે ઉદ્વિગ્ન ન થવું, વૈભવ મળવાથી અહંકારી ન થવું અને પ્રભુતા મળવાથી તુચ્છતા ન કરવી તે જ મહાનું પુરુષોનું ઉત્તમ વ્રત છે. રાજઅવસ્થામાં પણ વિરક્તદશાએ કેટલાક દિવસ પર્યત નરવિક્રમ રાજાએ રાજ્યનું પાલન કર્યું તે અરસામાં ભાવનાથી પવિત્ર શ્રાવકધર્મની ટોચ ઉપર તે રાજા પહોંચ્યો હતો. છેવટે સર્વથા વિરક્ત થઈ, સદગુરુ પાસે નિર્મળ ચારિત્રધર્મ અંગીકાર કર્યો. વિશુદ્ધ ભાવે ચારિત્રનું આરાધન કરી, નરવિક્રમ રાજા મહેન્દ્રકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયું. ત્યાં દૈવિકભવ ભેગવી, ત્યાંથી ચ્યવી વિદેહક્ષેત્રમાં ઉત્તમફળે જન્મ પામે. યોગ્ય વયે ચારિત્ર લઈ સર્વ કર્મનો નાશ કરી, નરવિક્રમ નિર્વાણપદ પામ્યા. આ પ્રમાણે મહાઅર્થવાળા પણ સંક્ષેપમાં ભાવનામય ધર્મ મેં તમને સંભળાવ્યો. ભાવનાધમ શાશ્વત સુખનું પરમ કારણ છે માટે વારંવાર તેમાં આદર કરે. સુદર્શના! મનુષ્યનું આયુષ્ય સ્વલ્પ અને અનેક ઉપાધિથી ભરપૂર છે, માટે ધર્મમાં આદર કરવા માટે ભાવી કાળની રાહ ન જોવી. ટૂંકામાં ચાર પ્રકારને ધર્મ તમારે લાયક મેં સંભળાવ્યો છે. વળી વિશેષમાં કહેવાનું એટલું છે કે આ વિમળ નામને પહાડ સમુદ્રના કિલ્લાની P.P. Ac Gunratrasuri MS: Jun Gun Aaradhak | કુરા