________________ સુદર્શના છે ૩ર૧.. ઊભો રહ્યો. ગોકળના અધિપતિ પાસે ઉભેલા બન્ને બાળકોને દેખી રાજા અનિમેષ દૃષ્ટિએ તેઓના સન્મુખ જોઈ રહ્યો. કેટલોક વખત જવા પછી રાજાએ મન સાથે નિશ્ચય કર્યો કે આ બન્ને બાળકે મારા પુત્રે જ છે. મારું હૃદય તેમ જ સાક્ષી આપે છે. રાજાએ વૃદ્ધ ગોવાળને પૂછયું કે આ બન્ને પુત્રે કોના છે? તેણે પણ યથાસ્થિત વૃત્તાંત કહી આપ્યું. તે સાંભળી રાજા, એકદમ પુત્રને ભેટી પડ્યો. પિતાના ખોળામાં બેસારી મસ્તક પર ચુંબન કર્યું. રાજાના નેત્રોમાંથી હર્ષના આંસુ છૂટવા લાગ્યાં. રડતા સ્વરે રાજાએ સભાના લોકેને કહ્યું : આ બન્ને મારા પુત્ર છે. ગુરુની કૃપાથી આજે તે વિયોગી પુત્રીનો મેળાપ થયે છે. એમ કહી ગેકુળપતિને કુમારના રક્ષણ કરવાના બદલામાં ઘણે શિરપાવ આપી, માનપૂર્વક વિસર્જન કર્યો. બીજે દિવસે રાજકુમારોને સાથે લઈ રાજા ગુરુ પાસે ગયે, અને પુત્રોનો મેળાપ થવાના શુભ સમાચાર નિવેદિત કયો. ગુરુએ કહ્યું : રાજનું આ કાર્યું તે શું ? પણ ધર્મના પ્રભાવથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ થાય છે, થોડા દિવસમાં તમારી રાણીનો પણ મેળાપ થશે. ધર્મનો પ્રભાવ કલ્પવૃક્ષના માહાભ્યને પણ હઠાવે તે છે. ધર્મ, દુઃખને દૂર કરે છે. સુખ મેળવી આપે છે. સમાધિ ઉત્પન્ન કરે છે. ઈચ્છિત A વસ્તુ આપે છે અને વિપત્તિમાંથી બચાવ પણ કરે છે. આ ૩ર૧ | P.P.Ac. Gunrainasuri MS Jun Gun Aaradhak Trust