________________ સુદર્શના a૩ર૦ || કણ પટકે છે ? ભાગ્ય જ. શુભાશુભ કર્મની અજાયબી ભરેલી સ્થિતિ છે. મનુષ્યનાં સદભાગ્ય બીજાના હૃદયમાં પ્રવેશ કરી તેને (પિતાને) મદદ કરવા પ્રેરે છે. આવું કઈ પણ ગુપ્ત મદદગાર હોય તો તે પોતાનાં શુભ કર્મ જ છે. તે જ સર્વ સ્થળે જીવનું રક્ષણ કરે છે. નદીના કિનારા પર રહેલા કુમાર પાસે એક મનુષ્ય આવ્યો. તેઓની ભવ્ય આકૃતિ દેખી કે આ કોઈ રાજકમારો હેવા જોઈએ. તેનાં ઉત્તમ લક્ષણોથી જાણે નળ, કુબેરની જોડ હાય તેમ જણાય છે” ઈત્યાદિ વિચાર કરી, દુઃખીઆઓને મદદ કરવાની પ્રબળ ઇચ્છાથી તે બન્ને ભાઈઓને એક કિનારે એકઠા કર્યો. અને ઘણા સ્નેહથી તેઓને પાસેના ગોકુળમાં લઈ ગયે. ગેકુળનાં માલિકને તેઓનું દુ:ખી વૃત્તાંત નિવેદન કરી, તેના પાલન-પોષણ માટે તેણે બન્ને કુમારો ગોકુળના અધિપતિને સોંપ્યા. ગોકુળનો માલિક પણ પુત્ર વિનાનો હતો એટલે તેણે આ બન્ને રાજકુમારોને પિતાની પત્નીને પુત્રપણે આપ્યા. ગોવાળણી તેઓના ઉપર પુત્રની માફક પ્રેમ રાખી સ્નાન, વસ્ત્રાદિકની યોગ્ય વ્યવસ્થા કરવા લાગી. એક દિવસે ગોકુળનો માલિક જયવર્ધનપુરમાં નરવિક્રમ રાજા પાસે કાર્યપ્રસંગથી મળવા જવા માટે નીકળ્યો. તે દેખી શહેર દેખવાની ઉત્કંઠાથી બન્ને કુમારો પણ આગ્રહથી તેની સાથે ગયા. શહેરમાં આવી, રાજાની પાસે ભેટ ! મૂકી, નમસ્કાર કરી ગેકુળનો માલિક A Gunratnasuri M.S. Jun Gun Aaradhak True * I 320 માં