________________ સુદર્શના 322 ગુરુના વચનથી, તેમજ પ્રત્યક્ષ પુત્રરૂપ ફલપ્રાપ્તિથી, રાજાને ધર્મ ઉપરની શ્રદ્ધા મજબૂત થતી ચાલી. વિશેષ સંવેગ પામી ભાવનાની વિશુદ્ધિપૂર્વક, ગૃહસ્થધમમાં વધારે આદરવાળો થયે. ગુરુને નમસ્કાર કરી રાજા પિતાના મહેલમાં આવ્યો. હવે રાણી શીળવતીની રિથતિ શું થઈ તે તરફ નજર કરીએ. શીળવતીનું હરણ કરવા માટે દેહલ વણિકે તેણીને પોતાના વહાણ ઉપર ખેંચી લીધી. શીળવતીએ તેના પંજામાંથી છૂટવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તે સર્વ નિરર્થક ગયે. તેના હાથમાંથી છૂટી ન શકી એટલે તેણીએ વહાણમાં પડતું મૂક્યું. મૂર્છાથી તેણીના નેત્રો મીંચાઈ ગયાં. સમુદ્રના શીતળ પવનથી કેટલીક વારે જાગૃત થઈ. અતિ દુઃસહ વિરહદુઃખથી દુઃખી થઈ વિલાપ કરવા અને મદદ માગવા લાગી. હે સમદ્રદેવતાઓ? વહાણાધિષ્ઠિત દેવીઓ ! હે સજજનો! કોઈ પણ મારું રક્ષણ કરવા સમર્થ હો તે મારું હરણ કરનાર આ પાપીના હાથથી મને છોડાવો. હે પુત્રી વત્સલ પિતા! સ્નેહી સસરા! હૃદયવલ્લભ સ્વામી ! આ નિરાધાર રિસ્થતિમાં આવી પડેલી તમારી વલ્લભાનું રક્ષણ કરો. રક્ષણ કરે. - ઈત્યાદિ મોટે સ્વરે વિલાપ કરતી રાણીને દેખી. હાથ જોડી નમસ્કાર કરતો દેહલ બલવા લાગ્યો, એ સુંદરી! તું રુદન નહિ કર. મારી વિનંતિ તો તું સાંભળ ક્ષણવાર તું ૩રર ! Ac Gunratnasuri M.S. Jun Gun Aaradnak Tru