________________ સુદર્શના II 311 એક દિવસે રાજા ઉદ્યાન તરફ ફરવા જતો હતો. રસ્તામાં પિતાની હવેલીના ગોખમાં બેઠેલી વસુ એષ્ટિની સ્ત્રી સલસા તેના દેખવામાં આવી. સુલસા ઘણી રૂપવતી હતી તેને દેખતાં જ રાજા તેના પર આસક્ત થયે. થોડા વખત ઉદ્યાનમાં ક્રીડા કરી, મદનબાણથી પીડાયેલો રાજા પાછો પોતાના મહેલમાં આવ્યું. સુલતાને મેળવવાને તેને એક ઉપાય ન મળે ત્યારે વસુ શ્રેષ્ટિ ઉપર તેણે જૂઠું કલંક મૂકયું કે “મારા શત્રુઓ સાથે તમારે લેવડદેવડ ચાલે છે અને રાજ્યવિરુદ્ધ પ્રપંચે રચે છો” ઈત્યાદિ અસત્ય આરોપ મૂકી તે શ્રેષ્ટિનું સર્વસ્વ લૂંટી લીધું અને સુલતાને પિતાના અંતે ઉરમાં લાવી રાખી. પિતાની સ્ત્રીના વિયોગથી અને ધનના નાશથી વસુશ્રેષ્ટિ ગાંડો થઈ ગયો. આ તરફ સુલસા સાથે વિષયસુખ ભોગવતાં રાજાને કેટલોક વખત વ્યતીત થયા. એક દિવસે રાજા, સાતમી ભૂમિ ઉપર સુલસા સાથે વાર્તાવિદ કરતો બેઠા હતા. તેવામાં તે બન્નેની દષ્ટિ એક ઉન્મત્ત (ઘેલા) માણસ ઉપર પડી. આ માણસનું શરીર ધૂળથી ખરડાયેલું હતું. મળથી મલિન હતું. વાળ વિખરાયેલા હતા. નાના નાના કકડાના સાંધાવાળું વસ્ત્ર પહેર્યું હતું. ગળામાં તમાલપત્રની માળા પહેરી હી હતી. તે ગાતે હતો, નાચતે હતો. થોડીવારમાં શોક કરતો હતો. વિના નિમિત્ત હસતા હતા. જેમ તેમ બોલતો હતો. કાર્યાકાર્યના વિચાર વિના યથાઈચ્છાઓ ચેષ્ટા કરતો હતો. Jun Gun Aaradhak 1 P.PAC Gunratnasur M.S.