________________ સુદર્શન / 31 || પાસે રજા માગી. આ અવસરે પ્રધાનને વિલંબ કરતો દેખી રાજાને ઘણે ગુસ્સો આવ્યો. તે ક્રોધથી બોલી ઊઠયો. રણયાત્રામાં ભંગ કરવાવાળા તને તારા પુત્ર સાથે હાલ મેળાપ નહિ કરવા દેવામાં આવે, પણ શત્રને વિજય ર્યા પછી તરત તેનો મેળાપ કરવા દેવામાં આવશે. આ પ્રમાણે કહી પ્રધાનને સાથે લઈ રાજા ઉધાનમાં ગયા. વસંત રાજ દેખવામાં ન આવ્યો. રાજાને કોપ ચડો. અરે પ્રધાન! તેં કહ્યું હતું કે વસંતરાજા ઉદ્યાનમાં આવ્યો છે તો અહીં કેમ કઈ દેખાતું નથી? - પ્રધાને કહ્યું–દેવ ! આપ જુવો તે ખરા. આ આપની દષ્ટિ આગળ જ વસંત રાજા (વસંતઋતુ) વિલાસ કરી રહ્યો છે. | કોયલના શબ્દો વડે આંબારૂપ ગજેંદ્રો ગજરવ કરી રહ્યા છે. નાના પ્રકારના તરુઓના પુપેરૂપ અશ્વો. ભ્રમરના ગુંજારવરૂપ હૈખારવ કરે છે. પલરૂ૫ રથો શોભી રહ્યા છે. કેતકીનો ઘાટાં નિકુરૂપ યોદ્ધાઓ સન્નદ્ધ થઈ આપની સન્મુખ ઊભા છે. પ્રધાનની આ દ્વિઅર્થી વચનરચનાથી રાજાને ઘણો સંતોષ થયો. રાજાએ કહ્યું : અરે પ્રધાન ! તું જલદી જા. તારા પુત્રને મળી, શત્રને વિજય કરી પાછો જલદી આવજે. રાજાનાં વચનોથી પ્રધાનને સંતોષ થયે. આવતા પુત્રને સન્મુખ જઈ મળ્યો. ત્યારપછી વસંત રાજાને જીતી પાછો નગરમાં આવ્યો. Ac. Guntatnasuri M.S. . . . Jun Gun Aaradhak } | 30 ||