________________ સુદર્શના 1 312 .. આ પ્રમાણે ચેષ્ટા કરનાર માણસને દેખી તુલસાએ રાજાને કહ્યું–સ્વામી ! આપ આ માણસને ઓળખો છો? રાજાએ કહ્યું : નહિ પ્રિયા, હું તેને ઓળખતો નથી કે તે કોણ છે? તને ખબર હોય તો તું કહે તે કોણ છે? સલસાએ કહ્યું : તમે જેનું સર્વસ્વ લઈ લીધું છે અને હું પ્રથમ જેની પત્ની છું તે મારા વિરહથી અને ધનના નાશથી ઘેલો થઈ ગયેલો વસુષ્ટિ છે. અહા ! તેની કેવી દશા થઈ છે? જુલસાએ ઊંડે નિસાસો મૂકે. સલસાના કહેવાથી અને વસુષ્ટિની સ્થિતિ નજરે જોવાથી રાજા પિતાના કરેલા પાપને પશ્ચાત્તાપ કરતો, આ પ્રમાણે ચિતવવા લાગ્યો. હા ! હા ! મારાં આ પાપી કર્તવ્યને ધિક્કાર થાઓ. શરદઋતુના ચંદ્રની માફક ઉજજવળ કુળને મેં કલંકિત કર્યું. વેતકીર્તિ રૂપ મહેલને અપકીર્તિરૂપ ધૂળથી મલિન કર્યો. સ્વજનોનાં મુખ શ્યામ કર્યા. ગુણ-સમુદાયને હાથથી પકડીને બહાર કાઢી મૂકયો. કલ્યાણનો માર્ગ બંધ કર્યો અને વ્યસનોના દરવાજા ખુલ્લા મૂકયા. પરદારા અને પરધન–હરણ કરવાથી નિચ્ચે સદ્ગતિનાં દ્વાર મારા માટે બંધ થયાં અને દુર્ગતિનો કિલ્લો મજબૂત થયે. હા ! હા! ઘોર પાપ કરનાર હું મારું મુખ બીજાને કેવી રીતે દેખાડું? આ વાત હ કેની પાસે જઈને કરું? ઉભય લોકવિરુદ્ધ કાર્ય કરનાર આ નિર્ભાગ્યશેખરની શી ગતિ થશે? Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak