________________ સુદર્શના // 307 | સંતાપને દૂર કરી, ધર્મદેશનારૂપ અમૃતના પ્રવાહથી મનુષ્યોના હૃદયને શાંતિ આપતા હતા. આવા ગુણવાન આચાર્યશ્રીનું આગમન જાણી ભક્તિભાવને ધારણ કરતા યોગ્ય જીવો, વંદન નિમિત્ત અને ધર્મશ્રવણ નિમિત્તે ગુરુશ્રી પાસે આવ્યા. રાજા નરવિક્રમ પણ પુત્ર, પત્નીની પ્રવૃત્તિ પૂછવા નિમિત્તે ગુરુ પાસે આવ્યો. આચાર્યને નમસ્કાર કરી રાજાદિ યોગ્ય સ્થળે બેઠા. કરુણાસમુદ્ર આચાર્યશ્રીએ પણ જીવોને ધર્મમાર્ગમાં જાગૃત કરવા નિમિત્તે ધર્મદેશના આપવાને પ્રારંભ કર્યો. खणदिट्ठनविहवे खणपरियटुंतविविहसुहदुवखे / खणसंजोगवियोगे नथि सुहं किंपि संसारे // 1 // | હે મહાનુભાવો ! આ દુનિયાને વૈભવ ક્ષણમાત્ર સુખરૂપ દેખાવ આપી પાછો નષ્ટ થઈ જાય છે, ચાલ્યા જાય છે. એક ક્ષણ માત્ર જેટલા વખતમાં વિવિધ પ્રકારના સુખ, દુઃખ પરાવર્તન પામી જાય છે. ક્ષણ સંગી, વિયેગી વસ્તુવાળા સંસારમાં કાંઈ પણ વસ્તુતઃ સુખરૂપ નથી. . આ જીવિતવ્ય, યુવાવસ્થા, લક્ષ્મી અને પ્રિય સંયોગાદિ સંસારી જીવને જે જે પ્રિય છે, તે સર્વ પદાર્થ ક્ષણભંગુર છે. પવનથી પ્રેરાયેલા કુશાગ્ર ભાગ પર રહેલા જલબિંદુ સમાન જીવિતવ્ય ક્ષણસ્થાયી છે. સૂર્યના કિરણથી તપેલાં સરસવના પુષ્પની માફક આ યુવાવસ્થા થોડા { 307 મા Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak The