________________ સુદર્શના | 306 . | 306 | પામ્યા છતાં પુત્ર, પત્નીના વિયોગે તેનું હૃદય શાંત ન હતું. વિયોગ શલ્યની માફક હૃદયમાં સાલતો હતો. ખરી વાત છે. भुंजउ जं वा तं वा परिहिज्जउ सुंदरं व इयरं वा / इट्रेण जत्थ जोगा तं चिय रज्जं व सग्गो वा // 1 // મનુષ્યોને ગમે તેવું સારું યા નઠારું ખાવાનું મળતું હોય, ગમે તેવાં સારાં યા નઠારાં વસ્ત્રો પહેરવા મળતાં હોય પણ જ્યાં ઈષ્ટ મનુષ્ય સાથે સંયોગ છે તે જ રાજ્ય યા સ્વર્ગ ગણાય છે. આ અવસરે સમંતભદ્ર નામના આચાર્ય તે જ જયવધનપુરના ઉદ્યાનમાં આવી સમવસર્યા. આચાર્યશ્રી સ્વ–પરધર્મના સિદ્ધાંતમાં નિષ્ણાત હતા. છત્રીશ ગુણરૂપ રત્નનાં નિવાસ માટે રેહણાચળ સમાન હતા. મનના પ્રસરને ઘણી ખૂબીથી રોકડ્યો હતો. ક્ષમાના નિવાસગૃહ ! સમાન હતા. માર્દવ ગુણથી માન સુભટનો તેમણે પરાભવ કર્યો હતો. સરલતાથી માયાને જીતી હતી. લોભરૂપ ખળપુરુષને સંતોષબળથી પરાજય કર્યો હતો. તપો તેજથી તેમનું શરીર પ્રદીપ્ત થઈ રહ્યું હતું. સંયમરૂપ રસથી ઇંદ્રિયરૂપ અશ્વોને દમીને તેમણે સ્વાધીન કર્યા હતા. પોતાના પવિત્ર આચરણોથી જગતને સ્વાધીનની માફક આજ્ઞાવતી કર્યું હતું. નિષ્કિચનતાથી તેઓ અલંકૃત હતા. બ્રહ્મચર્ય ધારણ કરવાથી તેમનું શરીર પવિત્ર હતું. દર્શન મિત્રની મદદથી જીવોના ચિત્ત Jun Gun Aaradhak T Ac. Gunratnasuri M.S. IT