________________ સુદર્શના / 305 હાથી નથી, પણ આમાં કાંઈક ગુપ્ત ભેદ છે.? ઈત્યાદિ વિચાર કરતા અને વિરહાનળથી તપેલા રાજકુમારને શાંત કરવાને માટે જ જાણે અમૃતનું સીંચન કરતો હોય તેમ સૂંઢાદંડમાં રહેલા નિર્મળ જળથી ભરેલા કુંભવડે હાથીએ કુમારનો અભિષેક કર્યો. અને ત્રણ પ્રદક્ષિણ કરી, સૂંઢથી ઉપાડી પિતાના સ્કંધ ઉપર કુમારને બેસાર્યો. - અશ્વ પણ નજીક આવી ત્રણ પ્રદક્ષિણ આપી, રોમાંચને વિકસિત કરતા, હર્ષથી હુંખારવ કરી કુમારના મુખ તરફ જોઈ રહ્યો. ચંદ્રબિંબની માફક ઉજજવળ છત્ર વિકસિત થઈ કુમારના મસ્તક ઉપર આવી રહ્યું. શ્વેત ચામરે પણ ઉજજવળ કીર્તિપુજની માફક નમ્ર થઈ બન્ને બાજુ વીંજાવા લાગ્યા. નવીન જળધરની (મેઘની) માફક શ્યામ હાથી ઉપર આરૂઢ થયેલો કુમાર, વિધ્યાચળના પહાડ ઉપર આરૂઢ થયેલા સિંહ કિશોરની માફક શોભવા લાગ્યો. આ બાજ ગ્ય સ્વામી મળવાથી આનંદિત થયેલા પ્રધાન મંડળે તારણ ધ્વજાપતાકાદિ વડે શહેર શણગાર્યું. શુભ મુહુર્ત રાજમહેલમાં પ્રવેશ કરી રાજાએ સિંહાસન અલંકૃત કર્યું. માંગલિકનાં વાજીંત્રો વાગવા લાગ્યાં. સામંત વગ આવી રાજાને પગે પડયો. પ્રજાવળે ઊલટથી રાજ્યાભિષેક કર્યો, રાજકુમારના ગુણ અને પ્રતાપ આગળ વેરીવર્ગને પણ નમવું પડયું. અનુકળ કમસંગે ફરી પણ નરવિક્રમ રાજ્યરિદ્ધિને મેળવી શકો. આવી જ It iાવા. IRe5. Jun Gun Aaradhak T P.P. Ac Gunratnasuri M.S.