________________ સુદર્શના IT 308 ઓછું થતું નથી. પણ ઊલટો દુ:ખમાં વધારો થાય છે. હિમ્મતથી દુઃખના સમુદ્રો ઓળંગાય છે. હિમ્મતથી ગયેલી સ્થિતિ પાછી મેળવી શકાય છે. દુઃખ પિતાના સત્વની કસોટી છે. દુ:ખ પિતાના આત્મસામર્થ્યને બહાર ખેંચી લાવનાર સાણસી છે. દુ:ખ કર્મનો નાશ કરનાર છે. દુ:ખી જીની સ્થિતિનું ભાન કરાવનાર દુઃખ છે. ધર્મનાં માર્ગને બતાવનાર દુ:ખ છે. ટૂંકામાં આત્માની ખરી સ્થિતિને યા ધર્માધર્મના વિવેકને બતાવનાર દુ:ખ છે. માટે હે આત્મન ! ખેદ નહિ કર. હિમ્મત લાવ. જે થાય તે સારાને માટે જ, એમ ધારી તારા પિતાના વિચારની લગામ, પૂર્વ કર્મને યા વર્તમાનકાળને જ સેપ. | ઇત્યાદિ વિચારતો, ધેય ધારણ કરી રાજકુમાર નરવિક્રમ ત્યાં બેઠો હતો. એ વખતમાં જયવર્ધન નગરને કીર્તિવમ રાજા અકસ્માત જૂળના રોગથી મરણ પામે. આ રાજા અપુત્રી હોવાથી, રાજ્ય પર કોઈ લાયક પુરુષને સ્થાપન કરવા નિમિત્ત પ્રધાન પુરુષોએ પાંચ દિવ્ય દેવાધિષ્ઠિત શણગારી તૈયાર કર્યો. હાથી, ઘેડા, ચામર, કલશ અને છત્ર–આ પાંચ દિવ્યો આખા શહેરમાં ફરી, શહેરની બહાર વૃક્ષ તળે જ્યાં નરવિક્રમકુમાર બેઠો હતો ત્યાં આવ્યાં. દૂરથી કમારને દેખી હાથીએ ગંભીર નાદ કર્યો. તે સાંભળતાં જ રાજકુમાર ચમકયો. તે કાંઈક વિચારમાં હરે તેવામાં લીલાઓ કરી બગાસાં ખાતો શાંત મુદ્રા ધારણ કરી હાથી નજીક આવ્યો. તેની પાછળ અશ્વ, ચામર, છત્ર અને કલશાદિ દેખી “આ વન Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True | 304