________________ સુદર્શના d38 , વખતમાં કરમાઈ જશે. ઇદ્રધનુષ્યની માફક આ લક્ષ્મી સ્વલ્પ વખત માટે છે. આ સંયોગિક વિભવ વિજળીના ચમકારા જેવો યા જેટલો છે, માટે પરમાર્થથી બંધવ તુલ્ય હિત કરનાર, અને દેવ, મનુષ્ય તથા મોક્ષસુખને આપનાર, વીતરાગના કહેલા શુદ્ધ ધર્મને તમે આદર કરો. તેમના કહ્યા મુજબ વર્તન કરવા પ્રયત્ન કરો. ઈત્યાદિ ધાર્મિક ઉપદેશથી ઘણા લઘુકમી જેવો સંવેગથી વાસિત થયા. રાજા પણ તે મહામુનિને પ્રબળ જ્ઞાનાતિશય જાણી આ પ્રમાણે પ્રશ્ન પૂછવા લાગ્યો. હે પ્રભુ! પૂર્વ જન્મમાં મેં શું દુષ્કત કર્યું હતું કે જેથી માતા, પિતા, પુત્ર અને પત્ની સાથે વિયોગ થવાપૂર્વક નાના પ્રકારની વિડંબના હું પામ્યો. - આચાર્યશ્રીએ કહ્યું : રાજન ! તીવ્ર પરિણામે કરાયેલું થોડું પણ કર્મ મહાન કડવાં ફલ આપે છે. જી હસતાં હસતાં પણ એવાં કિલષ્ટ કર્મ બાંધી લે છે કે તે રોવા છતાં પણ છૂટતાં નથી. પરસ્ત્રીગમન અને પરધનહરણાદિ મહાન પા૫ છે. તે પાપ સામાન્ય પરિણામે પણ કરવામાં આવ્યાં હોય તોપણ તીવ્ર વિપાક આપે છે. હે રાજા ! તેં અનાદરથી પણ મૂઢ હૃદયથી પૂર્વજન્મમાં જે અશુભ કર્મ કર્યું હતું, તેનો આ તીવ્ર વિપાક તને ભેગવ પડયો છે, જે હું તને કહું છું. શત્રુઓથી નહિ પરાભવ પામેલી. ચંપાનગરીમાં સોમચંદ્ર રાજા રાજ્ય કરતા હતા. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Try 308 2