________________ સુદના * 302 1 પર્વ ત ખેચીને મૂકેલા બાણની માફક, ઝડપથી વહાણે અગાધ પાણીમાં ચાલવા લાગ્યા. અને થોડા વખતમાં તો કેટલાક યોજન સધી સમુદ્ર ઉલ્લંધી ગયાં. આ બાજુ રાજકુમાર પોતાની પ્રિયાની વાટ જોતે બેઠા હતા. અરે ! હજી સુધી તેણી કેમ ન આવી? નિરંતર તો પુષ્પ વેચો તરત આવે છે. આજે આટલું બધું મોડું કેમ થયું હશે? વિગેરે વિચાર કરતાં ઘણે વખત નીકળી ગયો અને રાણી ન જ આવી ત્યારે તે તેની શોધ કરવા માટે નીકળ્યો. પુષ્પ વેચવાના સર્વ સ્થળે ફરી વળ્યો પણ રાણીને પત્તો ન લાગ્યો. ત્યારે પાછો આવી આ વૃત્તાંત માળીને જણાવ્યો. પોપકારી માળીએ પણ શહેરની સર્વે બજાર 5 તપાસી પણ રાણીની નિશાની સરખી ન મળી. ત્યારે પાડલે કહ્યું–ભાઈ! કદાચ નદીના સામે કિનારે તેણી ગઈ હોય તો તું ત્યાં જઈને તપાસ કર. માળીના વચનથી કુમાર, નદીના સામે કિનારે તપાસ કરવા જવા તૈયાર થયે. એ અવસરે તેના બન્ને કુમારો માતાના વિરહથી રડવા લાગ્યા. તે દેખી તેઓને સાથે લઈ નરવિક્રમ નદીના કિનારે આવ્યો. નદીમાં પાણી વિશેષ હોવાથી એક કુમારને આ કિનારે રાખી, એક કમારને ઉપાડી તે સામે તીરે ગયે. તેને ત્યાં મૂકી બીજા કુમારને લેવા માટે તે પાછો ફર્યો. તેવામાં પાપના ઉદયથી નદીમાં જેશબંધ પૂર આવ્યું. પાણીના વધારે ખેંચાણથી નદીના પૂરમાં નરવિક્રમ તણાવા લાગે. આયુષ્ય બળવાન હોવાથી એક લાકડું તેના હાથમાં આવ્યું તેને વળગી તે નદીમાં તણાતો ચાલ્યો. ઘણે દૂર જવા પછી તે લાકડું એક - Ac. Gunrateasuri M.S. Jun Guin Aaradhak Tre // 302 /