________________ અંદરના હon | રાણી સ્વભાવથી જ નિર્વિકાર દષ્ટિવાળી હતી તથાપિ તેણીના અદૂભૂત સૌંદર્યને દેખી છે લોક વિકારી થતા હતા. ખરી વાત છે કે–સૂર્ય સ્વભાવથી ઠંડા છે તથાપિ તે લોકોને તપાવે છે. એક દિવસે દ્વીપાંતરથી આવેલા દેહલ નામના વહાણવટીએ શીળવતીને દીઠી. જોતાં જ તે મદનબાણથી પીડાવા લાગ્યો. તેણે રાણીને કહ્યું : બાઈ! તમારાં પુષ્પોની રચના કેઈ અપૂર્વ છે–તે સ મને મૂલ્ય લઈ વેચાતા આપે. જ્યાં સુધી મારે અહીં રહેવાનું છે ત્યાં સુધી બીજા કોઈ સ્થળે તમે વેચવા ન જશે. તમે જે ધન માંગશો, તે મૂલ્ય હું આ પુષ્પોનું આપીશ. ગરીબ બીચારી ભેળી રાણી ધનલોભથી તેમજ મહેનતની કાયર હોવાથી નિરંતર તે પુપે તેને જ વેચાતાં આપવા લાગી. પિતાને ઉપડી જવાને દિવસે, રાણીનું હરણ કરવાના ઈરાદાથી તે પાપી શ્રેષ્ઠીએ રાણીને કહ્યું : આજે તમે સમુદ્ર કિનારે વહાણ ઉપર આવશો તો ઘણુ સારા મૂલ્યથી તમારાં પુષ્પ ખપી જશે. સરલ હૃદયવાળી રાણી સરલ સ્વભાવે ત્યાં ગઈ. આ અવસરે સર્વ વહાણો ઊપડવાની તૈયારીમાં હતાં. રાણીએ પુષ્પ આપવા અને તેનું મટ્ય લેવા માટે કિનારે રહી વહાણ તરફ પોતાના શરીર સાથે હાથ લંબાવ્યા કે તરત જ તે વહાણવટીએ રાણીને વહાણ ઉપર જોરથી ખેંચી લીધી. આ બાજુ તેનાં માણસોએ લાંગરે ઉઠાવી લીધો અને સઢે ચડાવી દીધા. એટલે કાન P.P.A. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust