________________ હા સુદર્શન ગુoo | { 300 / કરવાની જરૂર છે.) દૈવ કાંઈ વ્યવસાય કર્યા સિવાય મનુષ્યોને ઘેર દ્રવ્યને ઢગલો કરતો નથી. કુમારે કહ્યું : પાડલ, તારું કહેવું ખરું છે. તું મારે લાયક કેઈ વ્યવસાય બતાવ કે ઉદરનિર્વાહ અર્થે હું તેમાં પ્રયત્ન કરું. માળીએ કહ્યું કે મારા બગીચાની બાજુના ભાગમાંથી પુષ્પાદિક એકઠાં કરી બજારમાં જઈ વેચે. જમીન સાફસૂફ કરવામાં અને ઝાડને પાણી પાવામાં તમે મદદ કરજે. તેમાંથી તમારું ગુજરાન ચાલશે. માળીએ પિતાની નજર કે સ્થિતિના પ્રમાણમાં કુમારને વ્યવસાય બતાવ્યું. કુમારને પણ પોતાના ઉદય કે વખતના પ્રમાણમાં આ વ્યવસાય ઠીક લાગે, અને તેથી તે પ્રમાણે કરવા કબૂલ કર્યું. ખરી વાત છે મનુષ્યોએ વખત ઓળખવો જોઈએ. કહ્યું છે કે– जह जह वाएइ विही नवनवभंगेही निट्ठरं पडहं / / धीरा पसन्नवयणा नच्चंति तहा तहा चेव // 1 // નવા નવા ભેદથી કે વિવિધ પ્રકારે જેમ જેમ વિધિ નિષ્ફરતાનો પડહ વજાવે છે, તેમ તેમ પ્રસન્ન મુખ રાખી ધીર પુરુષો નાચે છે અર્થાત અવસર ઉચિત પ્રવૃત્તિ કરી લે છે. કુમાર પુષ્પ-ગુંથન કરવાની કળામાં પ્રવીણુ હોવાથી તે દિવસથી વિચિત્ર પ્રકારની માળાઓ ગૂંથવા લાગ્યા અને શીળવતી, રાજમાર્ગ ( બજારમાં ) જઈ વેચો આવવા લાગી. Ad Gunratnasuri M.S. . Jun Gun Aaradhak The