________________ સુકના | 29] બહાર પાડલ નામના માળીને ઘેર કુમાર જઈ ચડયો. આ માળી ભદ્રિક સ્વભાવને હતો. દુઃખી જીને દેખી તેના હૃદયમાં દયા ઊછળતી. તે ગુણાનુરાગી અને ઉપશાંત સ્વભાવને હવા સાથે પરોપકાર કરવામાં તત્પર રહેતા હતા. પોતાને ઘેર આવેલા દુઃખી મનુષ્યને દેખી તેણે તેને આદરસત્કાર આપે. ઘણી સભ્યતાથી તેણે કહ્યું : તમે મારે ઘેર ખુશીથી રહો. કર્માધીન જીને વિધ્ર અવસ્થા આવી પડે છે. દુનિયામાં કેણુ દુ:ખી થયું નથી ? મહાન પુરુષોને માથે દુ:ખ આવે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. કહ્યું છે કે– चंदस्स खओ न हु तारयाण रिद्धीवि तस्स न हु तारयाण / गरूयाण चडणपडणं इयराण पुण निच्चपडियत्ति // 1 // ચંદ્રને ક્ષય થાય છે પણ તારાને ક્ષય થતો નથી. રિદ્ધિ પણ ચંદ્રને જ છે, તારાને તેવી રિદ્ધિ (પ્રકાશ) નથી. મહાન પુરુષોને જ ચડવું–પડવું થાય છે. બીજાઓ તે નિરંતર પડેલા જ છે. કુમાર, પત્ની, પુત્ર સાથે મળીને ઘેર જ રહ્યો. પોતાની પાસે જે આભરણાદિ દ્રવ્ય હતું તે ભેજનાદિ માટે કેટલાક દિવસ તો ચાલ્યું પણુ આવક ન હોવાથી તે દ્રવ્ય ખૂટી જતાં કુમારને ઘણે ખેદ થયે. પાડલ માળીએ કહ્યું-ભાઈ! વ્યવસાય કર્યા સિવાય દ્રવ્ય ક્યાં સુધી પહોંચે ? (ઉદ્યમ | 299I PP A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TAS