________________ સુદર્શના | 298 || ઇત્યાદિ લાગણી ઉત્પન્ન કરનારાં પ્રધાનાદિનાં દીન વચનો સાંભળી રાજાના વિચારો બદલાઈ ગયા. તેને કોપ શાંત થઈ ગયે. અને પુત્ર ઉપરને પ્રેમ ઊછળી આવ્યું. પુત્ર વિયોગ તેના હૃદયમાં શલ્યની માફક સાલવા લાગ્યો. એટલું જ નહિ પણ રાજા પિોક મૂકી મોટે રસ રડવા લાગ્યું. થોડા વખતમાં જ બેભાન થઈ રાજા સિંહાસન પરથી ઊછળી પૃથ્વી પર ઢળી પડે. અનેક પ્રકારના શીતળ ઉપચારો કરી તેને શદ્ધિમાં લાવ્યા. શુદ્ધિમાં આવ્યા પછી રાજા પોતે પુત્રવિયોગે ઘણું રડયો અને પરિજનોને પણ રડાવ્યાં. ગુણાનુરાગી પ્રજા પણ રડી. કુમારની માતા ચંપકલતા પણ પુત્રવિયોગે દુઃખણી થઈ નાના પ્રકારનાં વિલાપ કરવા લાગી. વિવિધ પ્રકારના વિલાપ કરતા રાજા, રાણી પરિજન વિગેરેને દિલાસો આપી પ્રધાનમંડળે ઘણી મહેનતે શાંત કર્યા અને કુમારને પાછા બોલાવવા માટે ચારે બાજુ પુષે દોડાવ્યા. આ બાજુ રાજકુમાર, શીળવતી અને બન્ને બાળકુમારને સાથે લઈ અખંડ પ્રમાણે આગળ ચાલવા લાગ્યો. અનુક્રમે ચાલતાં દર્શનપુર નામના બંદરે જઈ પહોંચ્યો. આ શહેર અનેક કટીશ્વર ધનાઢ્યોથી ભરપૂર હતું. ત્યાંના લોકો માટે ભાગે સુખી હતા. આ શહેરમાં કુમારની ઓળખાણવાળું કઈ જણાતું ન હતું. વળી દ્રવ્યોપાર્જન કરવાને પ્રસંગ કઈ વખત પણ આવેલો ન હોવાથી તે સંબંધી તેને કાંઈ માહિતગારી ન હતી. શહેરની | 298 | AC Gunratnasuri MS.. Jun Gun Aaradhak Tru