________________ I 297 || ગુફા, રાજા વિનાની રાજધાની, ત્યાગ વિનાની લક્ષ્મી અને સમભાવ વિનાના મુનિની માફક સર્વગુણસંપન્ન હોવા છતાં જયંતિ નગરી શોભારહિત જણાવા લાગી. કુમારનું અદ્ભુત સામર્થ્ય અને ઉત્તમ ગુણાએ પ્રધાનમંડળના હૃદયમાં પ્રતિબંધ ઉત્પન્ન કર્યો. કુમારના દેશપાર થવાથી તેઓ પશ્ચાત્તાપરૂપી અગ્નિથી બળતા હોય તેમ તપવા લાગ્યા અને રાજાની પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. મહારાજા ! અકાળે વા દંડના પ્રહારની માફક, રાજકુમાર ઉપર દુસહ દંડ આપે કેમ કર્યો ? રાજકુમાર ઉપર આવે કેપ કરે ન ઘટે. આપનું કરેલું કાર્ય યોગ્ય છે કે અયોગ્ય છે તે તે આપ જાણે. પણ અમે એટલું તો કહીએ છીએ કે-અમને અજાણુમાં રાખી, આપે કમારને દેશપાર કર્યો છે તે કોઈપણ રીતે યોગ્ય થયું નથી. એક નાનામાં નાના કાર્યો માટે આપ અમારી સલાહ લેતા હતા, છતાં આજે એક મોટા પહાડ જેવા મહાન કાર્યમાં અમને અજાણ રાખ્યા છે તે વાત અમને હૃદયમાં શલ્યની માફક સાલે છે " ખરેખર પ્રધાને રાજાનાં નેત્ર છે. આવા વિષમ કાર્યમાં અવશ્ય તેમની સલાહ લેવી જોઈએ.” આ દુર્લભ કુમાર રત્ન અમે નિર્ભાગ્યો કેવી રીતે પામીશું? કુમારરૂપ નિધાન દેવે આજે અમારા હાથમાંથી ખેંચી લીધું. અમારું સર્વસ્વ આજે નાશ પામ્યું. અમે આજે નિરાધાર થયા. અમે શું કરીએ અને કયાં જઈએ ? સુદર્શના PP: AcGunratnasuri M.S. Jun Gun Aaradhak Trul