________________ સુદર્શના તે 293 II હાથી કુમારે મારી નાખે.” આ સાંભળતાં જ રાજાના અધર કોપથી ફરકવા લાગ્યા, ગુંજાની માફક વદન અને નેત્ર લાલ થઈ આવ્યાં. ઘીથી સિંચાયેલા અગ્નિની માફક ક્રોધની જવાળાને વમતે રાજા કુમારને કહેવા લાગ્યો. અરે કુળપાસન, પાપકમી, મારી આજ્ઞા ઉલંધનાર, દુરાત્મા મારી દૃષ્ટિથી તું દૂર થા. મારા પટ્ટ હાથીને તું કૃતાંત (યમ) છે. પોતાના જીવને જોખમમાં નાખી પરોપકાર કરનાર પિતાના પુરુષાર્થના બદલામાં રાજા તરફથી આવો અન્યાયકારી જવાબ મળતાં, મહાન પરાભવથી કુમારનું શરીર બળવા લાગ્યું. તે વિચારવા લાગ્યો કે-શું મારે પિતાશ્રીને વિનય કરી તેમને શાંત કરી અહીં રહેવું? અથવા તેમ તે નહિ જ કરવું. પિતાનું વચન ઉલ્લંધન કરી મારે અહીં રહેવું કઈ પણ રીતે યોગ્ય નથી. અહા ! આ પરાભવ કેમ સહન થઈ શકે? પ્રજાના મોટા ભાગના રક્ષણ માટે એક હાથીને મેં વધ કર્યો તેમાં ખોટું શું કર્યું? જાણી જોઈને પિતાની આજ્ઞાન ભંગ મેં કર્યો નથી, છતાં મારા પર આટલો બધો પિતાશ્રીને કોપ? આવો તિરસ્કાર? નહિ નહિ અહીં, એક ક્ષણ પણ મારે રહેવું ગ્ય નથી. સાહસિક પુરુષે નિરાલંબન ગગન પર પરિભ્રમણ કરી શકે છે, પણ માની પુરુષે માનભંગને સહન નથી કરી શકતા. સાહસિક પુરુષો ભીષણ રમશાનમાં પ્રજવળતા વન્હિને મસ્તક ણ પર ધારણ કરે છે. પણ તે માની પુરુષે માનભંગને સહન નથી કરી શકતા. પિતાની આજ્ઞાથી } ર૯૩ || Gun Gun Aaradhak 18