________________ સુદર્શના + 292 મરણના મુખમાં સપડાયેલી સ્ત્રીને દૂરથી રાજકુમાર નરવિક્રમે દીઠી. આ બાળાના વિલાપને કે દુ:ખને નહિ જોઈ શકતો રાજકુમાર તત્કાળ હાથીની આગળ આવી રહ્યો અને હાથીને તજના કરી પિતા તરફ પ્રેર્યો. હાથી પાસેથી ખસી જવા નગરના ઘણા લોકોએ કુમારને સમજાવ્યો પણ વીર, દયાળુ કુમાર તે નહિ ગણકારતાં, ઊંચો ઊછળી, સિદ્ધની માફક હાથીના મસ્તક પર જઈ બેઠો. ' અરે ! કેઈ અંકુશ લા–અંકુશ લાવો. એમ રાજકુમાર લે છે તેટલામાં તો સૂંઢમાં ગ્રહણ કરેલી સ્ત્રીને હાથીને મારી નાખવા માંડી. સ્ત્રીને છોડાવવાની દયાની લાગણીમાં રાજકુમાર પિતાની આજ્ઞા (માર્યા સિવાય વશ કરે) ભૂલી ગયો. પિતાની પાસે રહેલી મોટી છરી કાઢી, તે સ્ત્રીનો બચાવ કરવા માટે હાથીનું કુંભસ્થળ ચોરી નાખ્યું. કુમારના પ્રહારથી તે બળવાન હાથી પણ અચેતનની માફક ત્યાં જ ઊભે રહ્યો. તેના મસ્તકમાંથી, પર્વતમાંથી વહન થતાં ઝરણાની માફક રુધિરનો પ્રવાહ વહેવા લાગે. શુદ્ધ હૃદયવાળા રાજકુમાર હાથી પરથી નીચે ઊતર્યો અને સુંઢાદંડમાંથી તે સ્ત્રીને જીવતી છોડાવી એક બાજુ નિરુપદ્રવસ્થાને તેને મૂકી. આ અવસરે પૂર્વજન્મમાં કરેલું કોઈ દાણુકર્મ કુમારને ઉદય આવ્યું. તેને લઈ શૂરવીરતાવાળા તથા દયાળુતાથી ભરપૂર આ કાર્યનો અર્થ, રાજાના મનમાં વિપરીત પણે પરિણા , 292 | { શર, e Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak