________________ સુદર્શના 1 | શશશશશશશ શશશશ શશશશ કાકાશaaaaa તીર્થભૂમિમાં જવાથી અનેક મહાપુરુષ મુનિઓ ગીઓ વિગેરેને મેળાપ થાય છે, તે મહાત્માઓનાં દર્શનથી અને તેમના ઉપદેશામૃતથી મહાન લાભ થાય છે. તેમના ઉત્તમ, આચાર-વિચાર, રહેણી-કહેણી, જે પ્રત્યક્ષ જોવામાં આવે છે, તેથી વીર્ય ઉલ્લાસમાં વધારો થાય છે. તેમના તાત્વિક બોધથી આત્મ-કર્તવ્યમાં જાગૃત થવાય છે. તપ, જપ, ધ્યાનાદિમાં વધારો થાય છે. અને સંસારમાં પ્રવૃત્તિ કરાવનારી શેકાદિ કે વિષયાદિ વાસનાઓનું વિસ્મરણ થાય છે. યા તો ઓછી થાય છે. | તીર્થભૂમિમાં નિર્વાણ પ્રાપ્ત થયેલ મહાન પુરુષોનાં જીવનચરિત્રો વિશેષત: યાદ આવે છે. વિદ્યમાન મહાત્માઓનાં ઉત્સાહિક પ્રવત્તન જોવામાં આવતાં અનુકરણ કરવાની ઈચ્છા થાય છે. ઉત્તમ વિચારવાળા વાતાવરણથી પરિણામની વિશુદ્ધિ થાય છે. વિગેરે અનેક ઉત્તમ લાભ તીર્થભૂમિમાં જવાથી થાય છે, માટે મારે પણ દીક્ષા, કેવળ અને નિર્વાણકલ્યાણકથી પવિત્ર તીર્થભૂમિ ગિરનારજી ઉપર જવું. ઇત્યાદિ વિચાર કરી, બહેનના વિયોગથી દુઃખરૂપ લાગતી પિતાની જન્મભૂમિને ત્યાગ કરી, ધનપાળ પોતાના મિત્ર ધર્મ પાળ સાથે, રેવતાચળ તરફ જવાને નીકળે. Binsaara aaaaaaaaaaaaaaaaaa Jun Gun Aaradhak PP Ac Gunratnasuri MS.