________________ સુદર્શના I 289 મજબૂત સંહનનવાળા અને દુધર્ષ શરીરવાળા રાજકુમારને જોતાં જ બળવાન છતાં કાળમેઘ ક્ષોભ પામી ગયે. તે વિચારવા લાગ્યો કે-આ રાજકુમાર રાજાનો વહાલો જમાઈ થવાનો છે. તેમજ તે બળવાન છે. આ ઠેકાણે મારો જય થવાથી કે પરાજય થવાથી કોઈ પણ રીતે મારું શ્રેય થવાનું નથી. આ પ્રમાણે ભય અને સંભ્રમથી તે મલ્લનું હૃદય ત્યાં જ ફૂટી ગયું અને તરત જ મરણ પામ્યો. મલ્લ અખાડામાં રાજકુમારના વિજય જયધોષ થવા લાગ્યા. એ જ અવસરે બળશાળી રાજકુમારના કંઠેમાં રાજકુમારીએ સ્નેહના પાશરૂપ વરમાળા સ્થાપન કરી. બન્નેનો યોગ-સુયોગ થયો હોવાથી લોકો પણ સાધુવાદ બોલવા લાગ્યા. ઉત્તમ દિવસે વર તથા કન્યાનું પ્રાણિગ્રહણ થયું, દરેક મંગળ ફેરા વખતે લોકોને આશ્ચર્ય થાય તેટલું દાન રાજાએ વરકન્યાને આપ્યું. કેટલાક દિવસ ત્યાં રહેવા બાદ રાજકુમાર સસરાને પૂછીને પોતાના દેશ તરફ જવાને તૈયાર થયા. પુત્રી પરના સ્નેહથી રાજાએ કુમારને ભલામણ કરી કે-દેહની છાયાની માફક મારી પુત્રીને તમે કોઈ દિવસ એકલી ન મૂકશે, અને તેને ઓછું ન લાગે તેમ સાચવશે. કુમારે સભ્યતાથી યોગ્ય શબ્દોમાં પ્રત્યુત્તર આપે. દુઃસહ વિયોગથી તૂટતા સ્નેહ પાશવાળા રાજાએ રાજકુંવરીને છેવટની હિતશિક્ષા P.P.Ac Gunratnasuri M.S II 289 4 Jun Gun Aaradhak Tru