________________ સુદર્શના I 290 1 આપતાં જણાવ્યું, વહાલી પુત્રી ! સગુણ કે નિર્ગુણ અપ પર માતા-પિતાને અપૂર્વ પ્રેમ હોય છે અને તેથી જ અપત્યના હિત માટે તને કાંઈ કહેવું જોઈએ એમ ધારી અમે અમારી ફરજ બજાવીએ છીએ. તારે તે પ્રમાણે વર્તન કરી તારી ફરજ બજાવવી. પુત્રી! તું શિયળ ગુણથી ઉજજવળ છે છતાં પણ ઉજજવળતામાં નિત્ય વધારો થાય તેમ તું વર્તન કરજે. સાસુ, સસરાને વિનય નિત્ય કરજે. અગ્નિ પવિત્ર છે તથાપિ તેની અવજ્ઞા કરવાથી (પગથી ચાંપવાથી) સંતાપને (દાહને) માટે થાય છે, તેમ પવિત્ર શ્વસુર વર્ગ પણ અવિનય કરવાથી કલેશદાયક થાય છે. તારા નામની માફક તારા શિયળ ગુણને કદી ન વિસરીશ. શિયળથી ભ્રષ્ટ થતાં બન્ને ભવથી ભ્રષ્ટ થવાય છે. તારા સ્વામીનાં દરેક કાર્ય તું પોતે જાતે જ કરજે. તે નોકર વર્ગ પાસે ન કરાવીશ. તેમ કરવાથી તારા સ્નેહની દેરી ટૂંકી થશે. પતિને અનુકૂળ વર્ગની ભક્તિ કરજે. નણંદાદિ વર્ગને નમસ્કાર કરજે. પતિથી વિરુદ્ધ વર્ગના મનુષ્ય સાથે સંભાષણ પણ ન કરીશ. સર્વ પરિવારના લોકો સાથે પ્રીતિથી સંભાષણ કરજે. શોક ઉપર પણ ખેદ ન કરીશ. સાંસારિક સુખાભિલાષિણી કુલબાલિકાઓનું આ પ્રમાણેનું વર્તન તે પતિનું ઉત્તમ વશીકરણ છે. ઈત્યાદિ હિતશિક્ષા આપી, કેટલેક દૂર જઈ, પુત્રીના ગુણોનું સ્મરણ કરતા દેવસેન રાજા રાણી સહિત ઉદાસીન ચેહરે પાછો ફર્યો. Jun Gun Aaradhak 20 || = Ac Gunratnasuri M.S. =