________________ સુદર્શના / 288 . નમસ્કાર કરી જણાવ્યું; પિતાજી! દેવના અનુભાવથી સર્વ સારું થશે. આપ આગળ વધારે શું કહું? આપની ઈચ્છાને આધીન હું ત્યાં જવાને તૈયાર છું. રાજાએ ખાનગી સભા ભરી, પ્રધાન, સામંત અને નાગરિકોની સમ્મતિ માંગી કે કુમારને ત્યાં મોકલવો કે કેમ ? સર્વનો અભિપ્રાય કુમારને મોકલવાનો આ એટલે રાજાએ સર્વ સામગ્રી તૈયાર કરી આનંદથી હર્ષપુર તરફ જવાને, ચતુરંગસન્ય સાથે રાજકુમારને રવાના કર્યો. રાજકુમાર નરવિક્રમના આવવાના સમાચાર સાંભળી તેનો સત્કાર કરવા માટે રાજાએ યુવરાજને સામે મોકલ્યો. રાજકુમાર આવી પહોંચતાં ઉત્તમ દિવસે, સત્કારપૂર્વક તેને શહેરમાં પ્રવેશ કરાવ્યો અને સંપૂર્ણ અનુકૂળતાવાળી સામગ્રીવાળા મહેલમાં ઉતારે આખે. બીજે દિવસે રાજકુમાર નરવિક્રમની મુલાકાત લઈ રાજકુમારીની પ્રતિજ્ઞા વિષે રાજાએ તેને વાકેફ કર્યો. અને કાળમેઘ મલ્લનો મલ્લયુદ્ધમાં પરાજય કરી જયપતાકા ગ્રહણ કરવાપૂર્વક રાજકુમારીનું પ્રાણિગ્રહણ કરવા સૂચના કરી. રાજકુમારે તે વાત અંગીકાર કરી એટલે રાજાએ મલઅખાડાની ભૂમિ માંચા પ્રમુખ બેઠક સહિત સુશોભિત કરી. નગરલોકો સાથે રાજા પોતાની બેઠક ઉપર આવી બેઠે. લોકોએ પોતાની બેઠક લીધી કે તરત જ કાળમેઘ અને નરવિક્રમ કુમાર અખાડામાં આવ્યા. નિવિડ કચ્છ બાંધી, કેશ પ્રમુખ સમેટી લઈ બન્ને જણુ યુદ્ધ કરવાને સન્મુખ થયા. A Gunrainasuri MS. Jun Gun Aaradhak Trus -- -- ! ! ------